સુશીલકુમાર ફાઈનલમાં હાર્યો પરંતુ લોકોના દિલ જીત્યા

Published: 12th August, 2012 09:49 IST

ઓલિમ્પિક્સ 2012ના આજના છેલ્લા દિવસે સુશીલકુમારે પોતાની 66  અને 96 કિલોની કુશ્તીબાજીમાં કઝાકિસ્તાનના ખેલાડીને પછાડીને 2-1 રાઉન્ડથી જીતીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો.

 

 

લંડન ઓલિમ્પિક્સમાં ભારતની ગોલ્ડ મેડલ જીતવાની અંતિમ આશા અધૂરી રહી ગઈ. સ્ટાર કુશ્તીબાજ સુશીલ કુમાર ફાઈનલ મેચ હારી જતા તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. આમ સુશીલકુમારે પોતાની આ જીત સાથે ભારત માટે વધુ એક સિલ્વર મેડલ પાક્કો કરી લીધો છે. સુશીલકુમારે ગઈ ઓલિમ્પિક્સમાં કાંસ્ય પદક જીત્યો હતો જ્યારે આ વખતે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે.

સુશીલકુમારે ઓલિમ્પિક્સમાં કુશ્તીબાજીમાં ફાઈનલ સુધી પહોંચવામાં સૌપ્રથમ ખેલાડી બનીને ઈતિહાસ રચી દીધો છે. સુશીલકુમારે છેલ્લા રાઉન્ડમાં કઝાકિસ્તાનના ખેલાડી પર હાવી થઈને તેને રીતસર ઊંચો કરીને પછાડી દીધો હતો જેમાં તે ખેલાડીના કાનમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. છેલ્લા રાઉન્ડમાં 6-3થી સુશીલકુમારે જીત મેળવી હતી.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK