ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વિટર દ્વારા ઇંગ્લૅન્ડ સામે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાનારી પાંચ ટી૨૦ મૅચની સિરીઝ માટેની ભારતીય ટીમની જાહેરાત કરી હતી. મુંબઈ ઇન્ડિયન્સ માટે આઇપીએલની પાછલી સીઝનમાં કમાલ કરનાર ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને પહેલી વાર ટી૨૦માં રમવાની તક આપવામાં આવી છે. તો વળી વરુણ ચક્રવર્તીએ ટીમમાં કમબૅક કર્યું છે.
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા (વાઇસ કૅપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, ટી. નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર.
જ્યારે કૅપ્ટન વિરાટ કોહલીએ અક્ષર પટેલની બૉલિંગના ગુજરાતીમાં કર્યા વખાણ
27th February, 2021 08:59 ISTમોટા સમાચાર: ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે લીધો સંન્યાસ
26th February, 2021 17:11 ISTત્રીજી ટેસ્ટનો માત્ર ૧૪૦.૨ ઓવરમાં ધી એન્ડઃ ભારતની લૉર્ડ્સની ટિકિટ ઑલમોસ્ટ કન્ફર્મ
26th February, 2021 08:14 IST