સુરેશ રૈના તેના બર્થ ડેના દિવસે કરશે આ ખાસ કામ...

Published: 21st November, 2020 20:58 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

દરેક બાળક ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે હકદાર છે. શાળાઓમાં પીવાનું પાણી અને શૌચાલયની સુવિધાઓ તેમનો અધિકાર છે : રૈના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સુરેશ રૈના (ફાઈલ ફોટો)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સુરેશ રૈના (ફાઈલ ફોટો)

ભારતીય ક્રિકેટ ટીમ ઈન્ડિયાન પૂર્વ ઓલરાઉન્ડર એક સુરેશ રૈના (Suresh Raina) તેના 34માં જન્મદિવસ પર એક ખાસ કામ કરવાનો છે. રૈનાની ઈચ્છા છે કે તેના જન્મદિવસે 34 સ્કૂલોને ભેટ આપશે.

આગામી 27 નવેમ્બરના રોજ રૈનાનો બર્થ ડે છે અને આ ખાસ પ્રસંગે તેની પુત્રી ગ્રેર્સિયા રૈનાના નામ પર ગ્રેર્સિયા રૈના ફાઉન્ડેશન હેઠળ તે 34 સ્કૂલોના વિકાસના કામ કરશે. તે સ્કૂલોમાં સ્વચ્છતા અને પીવાના પાણીની સુવિધાઓનું કામ કરશે. આ રીતે એનજીઓ હેઠળ 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવશે.

રૈના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. રૈનાએ કહ્યું છે કે તે જન્મદિવસ પર ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને એનસીઆરની 34 સરકારી સ્કૂલોને મદદ કરવામાં આવશે જેમાં 10 હજારથી વધુ બાળકો ભણે છે.

આ બાબતે રૈનાએ કહ્યું કે, ‘હું આ પહેલ સાથે મારો 34મો જન્મદિવસ ઉજવવામાં ખુબ ખુશ છું. દરેક બાળક ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે હકદાર છે. શાળાઓમાં પીવાનું પાણી અને શૌચાલયની સુવિધાઓ તેમનો અધિકાર છે. હું આશા રાખું છું કે યુવાનોના સમર્થનથી અમે ગ્રેસિયા રૈના ફાઉન્ડેશન વતી મહત્વનું યોગદાન આપી શકીશું.

રૈનાએ આ ફાઉન્ડેશનનો પાયો તેની પુત્રીના જન્મદિવસ પર શરૂ કર્યો હતો. રૈનાની પત્ની પ્રિયંકા પણ આ NGO હેઠળ સામાજિક કાર્ય કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK