સુરેશ રૈના જમ્મુ-કાશ્મીરમાં ખોલશે ક્રિકેટ ટ્રેનિંગ ઍકૅડેમી

Published: 19th September, 2020 15:20 IST | Gujarati Mid-day Online Correspondent | Srinagar

જમ્મુ-કાશ્મીરના ક્રિકેટરો માટે 10 ક્રિકેટ ટ્રેનિંગ ઍકૅડેમી ખોલશે ક્રિકેટરે

સુરેશ રૈના
સુરેશ રૈના

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina)એ જમ્મુ-કાશ્મીરના યુવાનોની ક્રિકેટિંગ કુશળતામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે સુરેશ રૈના જમ્મુ-કાશ્મીરમાં પાંચ-પાંચ ટ્રેનિંગ ઍકૅડેમી ખોલશે તેવી જાહેરાત શુક્રવારે કરવામાં આવી છે.

શુક્રવારે સુરેશ રૈનાએ શ્રીનગરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની મુલાકાત લીધી હતી. ત્યારે જ ક્રિકેટર ક્રિકેટ ટ્રેનિંગ ઍકૅડેમી ખોલવાની જાહેરાત કરી હતી. રાજભવન  દ્વારા બહાર પાડવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ઉપરાજ્યપાલની વિનંતી પર જાણીતા ક્રિકેટર સુરેશ રૈના કાશ્મીર ડીવિઝનમાં પાંચ ક્રિકેટ ટ્રેનિંગ ઍકૅડેમી અને જમ્મુ ડિવીઝનમાં પાંચ ક્રિકેટ ટ્રેનિંગ ઍકૅડેમી ખોલવા માટે અને યુવાઓને પ્રશિક્ષિત કરવા માટે સહમત થયા છે.

સુરેશ રૈનાએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના તમામ ક્ષેત્રોથી પ્રતિભાઓની ઓળખ કરી તેમની પસંદગી કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર રમવા માટે તેમને તૈયાર કરવામાં આવશે. આ પહેલા સુરેશ રૈનાએ જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહને પત્ર લખ્યો હતો અને પોતાની ક્રિકેટ ઍકૅડેમીના માધ્યમથી સ્થાનીક યુવાઓને પ્રશિક્ષિત કરવામાં તેમની મદદ કરવા માટે પોલીસ પાસે મદદ માગી હતી.

આ પણ જુઓ: IPLમાં કયા વર્ષે કઈ ટીમ બની હતી ચેમ્પિયન, યાદ છે? નહીં!! તો ચાલો કરીએ નજર...

તમને જણાવી દઈએ કે, સુરે રૈનાએ 15 ઓગસ્ટના રોજ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી હતી. પરંતુ બેટ્સમેન ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)માં રમશે. જોકે, આ વર્ષે સુરેશ રૈના આઈપીએલનો ભાગ નહીં હોય. તે વ્યક્તિગત કારણઓસર યૂએઈથી પરત ફર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK