પરિવારને જરૂર હોય ત્યારે તેમની સાથે રહેવું જોઈએ: સુરેશ રૈના

Published: 3rd January, 2021 14:38 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ક્રિકેટરને આઇપીએલની 13મી સીઝનમાં ન રમવાનો પસ્તાવો નથી

સુરેશ રૈના પરિવાર સાથે
સુરેશ રૈના પરિવાર સાથે

આઇપીએલની ૧૩મી સીઝન માટે સુરેશ રૈના ટીમ સાથે યુએઈ પહોંચી ગયો હતો, પણ ટુર્નામેન્ટ શરૂ થાય એ પહેલાં અચાનક ટીમનો સાથ છોડીને ભારત પાછો આવતો રહ્યો હતો. આમ તેના અચાનક ભારત પાછા આવતા રહેવાથી જાતજાતની વાતો થતી હતી. ટીમના અમુક ખેલાડીઓનો રિપોર્ટ કોરોના-પૉઝિટિવ આવતાં તે ડરી ગયો હતો. તેને કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જેમ હોટેલમાં બાલ્કનીવાળી રૂમ જોઈતી હતી અને એ ન મળતાં તે નારાજ થઈ ગયો હતો વગેરે વગેરે. જોકે રૈના આ બધી વાતોને અફવા ગણાવીને કહે છે કે ફૅમિલીને મારી જરૂર હોવાથી હું ભારત પાછો આવી ગયો હતો. તેના આ નિર્ણય બદલ તેને પસ્તાવો થયો છે એમ પૂછતાં રૈનાએ કહ્યું કે ‘પસ્તાવો શા માટે? મેં બાળકો અને પરિવાર સાથે સમય વિતાવ્યો. હું પરિવાર માટે જ ભારત પાછો આવવા માગતો હતો. પંજાબમાં મારા અંકલના પરિવાર સાથે દુર્ઘટના ઘટી હતી. તેમને મારી જરૂર હતી. બીજું, કોરોના મહામારીમાં મારી પત્નીને પણ મારી જરૂર હતી. જ્યારે તમારા પરિવારને તમારી જરૂર હોય ત્યારે તમારે તેમની સાથે રહેવું જોઈઅે. આ સમજદારીભર્યો નિર્ણય હતો. બીજું હું ૨૦ વર્ષથી રમું છું એટલે મને ખબર છે કે હું કમબૅક કરીશ.’

ગયા વર્ષે ૧૫ ઑગસ્ટે મહેન્દ્ર સિંહ ધોની સાથે રિટાયરમેન્ટની જાહેરાત કરનાર રૈના ડોમેસ્કિટક ક્રિકેટમાં કમબૅક કરી રહ્યો છે અને આગામી નૅશનલ ટી૨૦ ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં તે ઉત્તર પ્રદેશ ટીમ વતી રમવાનો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK