IPL 2019 : વિરાટ કોહલી ઇતિહાસ રચે તે પહેલા સુરેશ રૈનાએ રચ્યો ઇતિહાસ

ચેન્નઇ | Mar 24, 2019, 09:21 IST

સુરેશ રૈનાએ આઇપીએલના ઇતિહાસમાં મહત્વનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. સુરેશ રૈના મેચમાં 15 રન બનાવતાની સાથે જ આઇપીએલમાં આ સિદ્ધી મેળવનાર પહેલો ખેલાડી બન્યો હતો.

IPL 2019 : વિરાટ કોહલી ઇતિહાસ રચે તે પહેલા સુરેશ રૈનાએ રચ્યો ઇતિહાસ
સુરેશ રૈના (PC : IPL)

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019નો 23 માર્ચથી શરૂઆત થઇ ગઇ છે. પહેલી જ મેચ ધોની અને કોહલીની ટીમ વચ્ચે રમાઇ હતી. જેમાં પહેલી જ મેચમાં કોહલીની ટીમનો ધબડકો થયો હતો અને ચેન્નઇ ટીમે 7 વિકેટ મેચ જીતી લીધી હતી. આ મેચ ચેન્નઇ ટીમે જીતવાની સાથે ટીમના ખેલાડી સુરેશ રૈનાએ આઇપીએલના ઇતિહાસમાં મહત્વનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. સુરેશ રૈના મેચમાં 15 રન બનાવતાની સાથે જ આઇપીએલમાં આ સિદ્ધી મેળવનાર પહેલો ખેલાડી બન્યો હતો.

IPL માં 5 હજાર રન કરના પહેલો ખેલાડી બન્યો
સુરેશ રૈના
IPL ના ઈતિહાસમાં (2008-2019) માં સૌથી પહેલા 5000 રનનો આંકડો પાર કરી લીધો છે. રૈનાએ આઈપીએલમાં 173 ઈનિંગ રમીને 34.43 ની એવરેજસાથે5000 રનનો આંકડો પાર કર્યો છે.જેમાં 1 સદી અને 35 અડધી સદી નોંધાનની છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 100 રન છે.

વિરાટ કોહલી રેકોર્ડ તોડે એ પહેલા સુરેશ રૈનાએ આ રેકોર્ડ પોતાના નામે કર્યો
જોકે મહત્વની વાત એ હતી કે પાંચ હજાર રનની નજીક સુરેશ રૈનાની સાથે વિરાટ કોહલી પણ હતો. લોકોની ધારણા પ્રમાણે વિરાટ કોહલી સૌથી પહેલા આ ઇતિહાસ રચી શકે તેમ હતો. પરંતુ તે શક્ય બન્યું નહી અને સુરેશ રૈનાએ સૌથી પહેલા આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. વિરાટ કોહલી પાંચ હજાર રનથી 46 રન જ દુર છે. કોહલીએ આઇપીએલમાં અત્યાર સુધી 4954 રન બનાવ્યા છે. પરંતુ જો વિરાટ કોહલી પાંચ હજાર રન પુરા કરશે તો તેના નામે બીજો એક રેકોર્ડ નોંધાશે. જે ઓછી ઇનીંગમાં પાંચ હજારનો આકડો પાર કરનાર ખેલાડી બનશે.


આ પણ વાંચો : IPL 2019 : ધોનીની સેનાએ કોહલીની ટીમને પહેલી જ મેચમાં માત આપી

આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

1. સુરેશ રૈના (ચેન્નઈ, ગુજરાત લાયન્સ) - 173 ઈનિંગ, 5000, 1 સદી, 35 અડધી સદી 

2. વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલોર)- 156 ઈનિંગ, 4954 રન, 4 દી, 34 અડધી સદી

3. રોહિત શર્મા (ડેક્કન ચાર્જર્સ, મુંબઈ ઈન્ડિયન્સ) - 168 ઈનિંગ, 4493 રન, 1 સદી, 34 અડધી સદી

4. ગૌતમ ગંભીર (કોલકત્તા, દિલ્હી ડેયરડેવિલ્સ) - 152 ઈનિંગસ 4217 રન, 36 અડધી સદી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK