શ્રીસંત માટે રાહતના સમાચાર, SCએ ક્રિકેટ પર આજીવન પ્રતિબંધ હટાવ્યો

Mar 15, 2019, 12:14 IST

ભારતીય ક્રિકેટર શ્રીસંત માટે રાહતના સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે શ્રીસંતની તરફેણમાં ચુકાદો આપતા તેના પરથી ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.

શ્રીસંત માટે રાહતના સમાચાર, SCએ ક્રિકેટ પર આજીવન પ્રતિબંધ હટાવ્યો
શ્રીસંત

ભારતીય ક્રિકેટર શ્રીસંત માટે રાહતના સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે શ્રીસંતની તરફેણમાં ચુકાદો આપતા તેના પરથી ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે IPL સ્પોર્ટ ફિક્સિંગ કેસમાં ભારતીય ક્રિકેટ બોર્ડે ઝડપી બોલર શ્રીસંત પર ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ મુક્યો હતો. જેને શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

sreesanth

ફાસ્ટ બોલર શ્રીસંત

SCએ BCCI ને આપ્યો આ આદેશ

સુપ્રીમ કોર્ટે વધુમાં ભારતીય ક્રિકેટ બોર્ડને 3 મહિના સુધીમાં આ સમગ્ર કેસમાં પોતાન રીપોર્ટ સોંપવાનો પણ આદેશ કર્યો છે. કોર્ટમાં જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ કે.એમ.જોસેફની પીઠે શુક્રવારે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કૉર્ટનું કહેવું છે કે BCCIની પાસે નિયમોને લગતી કાર્યવાહી કરવાનો અધિકાર છે. કૉર્ટે કહ્યું કે બીસીસીઆઇએ શ્રીસંતનો પણ પક્ષ સાંભળે. આજીવન પ્રતિબંધની સજા વધારે છે. શ્રીસંત પર આજીવન પ્રતિબંધ હટાવ્યા બાદ હવે તેને શું સજા આપવી તે બીસીસીઆઇએ 3 મહિનામાં નક્કી કરવાનું રહેશે. સુપ્રીમ કૉર્ટે BCCIને શ્રીસંતને સુનાવણીની તક આપવા અને 3 મહિનાની અંદર સજા નક્કી કરવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: ચેન્નાઈ સુપર કિંગ્સ એ પ્લેયર જેને કરવામાં આવે છે 8 સીઝનથી રિટેન

ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે ક્રિકેટર શ્રીસંત પર આઇપીએલ 2013 માં સ્પોટ ફિક્સિંગમાં દોષી કરાર ઠરાવતા આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો. જેના સામે શ્રીસંતે સુપ્રીમ કૉર્ટમાં અરજી દાખલ કરી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે કૉર્ટમાં કહ્યું હતું કે શ્રીસંત પર ભ્રષ્ટાચાર, સટ્ટેબાજી અને રમતનો અપમાન કરવાનો આરોપ છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK