IPL 2020: SRHના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની જગ્યા લેશે આ બોલર, જાણો કોણ છે

Published: 6th October, 2020 17:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ભુવનેશ્વરની જગ્યાએ હૈદરાબાદની ટીમમાં આંધ્રપ્રદેશ તરફથી રમતા પૃથ્વીરાજ યારાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ભુવનેશ્વર કુમાર
ભુવનેશ્વર કુમાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમનારા ભારતના અગ્રણી ફાસ્ટ બોલર અને ભુવનેશ્વર કુમાર ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આથી તેની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. 2 ઓક્ટોબરના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ સામે ઇનિંગ્સની 19મી ઓવર નાખતા ભુવનેશ્વર કુમારની જાંઘ સ્નાયુઓમાં ઈજા પહોંચી હતી. આ ઓવરમાં તે ફક્ત એક જ બોલ નાખી શક્યો બાદ તે તરત જ પવેલિયનમાં પાછો ફર્યો હતો. ભુવનેશ્વરની જગ્યાએ હૈદરાબાદની ટીમમાં આંધ્રપ્રદેશ તરફથી રમતા પૃથ્વીરાજ યારાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

prithviraj

પૃથ્વીરાજ યારા

21 વર્ષીય પૃથ્વીરાજ ડાબા હાથના ઝડપી બોલર છે, જેમણે ઘરેલૂ ક્રિકેટમાં રમવાનો બહુ અનુભવ નથી. ગયા વર્ષે આઈપીએલની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઇડર્સમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પેસરે 2017-18માં તમિલનાડુ સામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં યાદગાર પ્રવેશ કર્યો હતો. તેની લાઇન લંબાઈ અને ઝડપથી બધાને પ્રભાવિત કરતાં પૃથ્વીએ મેચમાં કુલ છ વિકેટ ઝડપી હતી જેમાં બન્ને ઇનિંગ્સમાં ત્રણ-ત્રણ વિકેટ શામેલ છે.

પૃથ્વીરાજે આંધ્ર પ્રદેશના જુનિયર લેવલ પર પણ પ્રતિનિધિત્વ કર્યું છે. ટૂંક સમયમાં ક્રિકેટના નાના ફૉર્મેટમાં એમની વિકેટ લેવાની તેની વિશેષતા બાકીના કરતા અલગ દર્શાવે છે. પેસની સાથે-સાથે તેની પાસે પણ વેરિએશન પણ છે, જે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં તેનું મુખ્ય હથિયાર છે. પૃથ્વીરાજના સપનાની શરૂઆત આઈપીએલમાં પણ થઈ છે. કેકેઆર તરફથી રમતા, તેને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમવાની તક મળી.

આમાં તે ઇંગ્લેન્ડના ભવ્ય બેટ્સમેન જોની બેરસ્ટોની વિકેટ લેવા માટે ખૂબ નજીક પહોંચ્યો હતો પરંતુ કરિયપ્પાએ તેનો કેચ છોડી દીધો હતો. આ પછી તેણે હાર માની ન હતી અને આ જ મેચમાં તેણે હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વૉર્નરની કિંમતી વિકેટ લીધી હતી. આ મેચ પછી તેને પછીની કેટલીક મેચોમાં રમવાની તક મળી નથી. તેણે પોતાની બીજી મેચ રાજસ્થાન સામે રમી હતી પરંતુ તે તેના પ્રદર્શનથી પ્રભાવિત કરી શક્યો ન હતો અને બે ઓવરમાં 28 રન આપી દીધા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK