IPL 2019: હૈદરાબાદે બેંગ્લોરને 118 રને હરાવ્યું, પુરી ટીમે બેરસ્ટો કરતા 1 રન ઓછો કર્યો

હૈદરાબાદ | Mar 31, 2019, 19:53 IST

રોમાંચક મેચમાં હૈદરાબાદે 118 રનના જંગી માર્જીનથી બેંગ્લોરને હાર આપી હતી. ઓપનર જોન્ની બૈરીસ્ટો અને ડેવીડ વોર્નરની સદી એ હૈદરાબાદની જીતમાં મહત્વનો ફાળો હતો.

IPL 2019: હૈદરાબાદે બેંગ્લોરને 118 રને હરાવ્યું, પુરી ટીમે બેરસ્ટો કરતા 1 રન ઓછો કર્યો
સનરાઇઝર્સ હૈદરાબાદની શાનદાર જીત (PC : IPL)

આઇપીએલમાં આજે રવીવારે બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં હૈદરાબાદે 118 રનના જંગી માર્જીનથી બેંગ્લોરને હાર આપી હતી. ઓપનર જોન્ની બૈરીસ્ટો અને ડેવીડ વોર્નરની સદી એ હૈદરાબાદની જીતમાં મહત્વનો ફાળો હતો. જોન્નીએ આક્રમક રમત રમતા 56 બોલમાં 114 રન અને વોર્નરે 55 બોલમાં અણનમ 100 રન કર્યા હતા. આ જીત સાથે હૈદરાબાદે ટુર્નામેન્ટમાં બીજી જીત મેળવી હતી.

બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી
હૈદરાબાદે આપેલા 232 રનના લક્ષ્યાંક સામે બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર પાર્થિવ પટેલ 11 રન અને હૈતમાયર 9 રન કરી સસ્તામાં આઉટ થઇ ગયા હતા. તો સુકાની વિરાટ કોહલી પણ કઇ ખાસ રમી શક્યો ન હતો અને 10 બોલમાં 3 રન કરી આઉટ થયો હતો. જોકે કોલીનને બાદ કરતા કોઇ પણ ખેલાડી સારૂ રમ્યો ન હતો. કોલીને 32 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 37 રન કર્યા હતા. આમ કોલીનને બાદ કરતા કોઇ પણ ખેલાડી સારૂ રમી શક્યો ન હતો. પુરી બેંગ્લોરની ટીમ 19.5 ઓવરમાં 113 રનમાં ઓલ આઉટ થઇ ગયા હતા. હૈદરાબાદ તરફથી મોહમ્મદ નબીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. તો સંદિપ શર્માએ 3 વિકેટ ઝડપી હતી.

બેંગ્લોરે 15 ઓવરમાં 6 વિકેટ ગુમાવી માત્ર 86 રન જ કર્યા
232 રનનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 86 રન કર્યા છે. પ્રયાસ બર્મન 19 રને અને કોલીન ડી ગ્રાન્ડહોમ 31 રને રમી રહ્યા છે.

આ પણ જુઓ : IPL મેચમાં KKRના વિજય પછી કંઈક આવો હતો શાહરુખનો અંદાજ

IPL માં સૌથી મોટી ઓપનીંગ પાર્ટનરશીપ

185  ડેવિડ વોર્નર- જોની બેરસ્ટો SRH v RCB, હૈદરાબાદ, 2019
184* ગંભીર – ક્રિસ લિન KKR v GL, રાજકોટ, 2017
167  ક્રિસ ગેલ - દિલશાન RCB v PWI, બેંગ્લુરુ, 2013


IPL માં સૌથી વધુ સદી
6 - ક્રિસ ગેલ
4 - વિરાટ કોહલી/શેન વોટ્સન/ ડેવિડ વોર્નર
3 - એબી ડિવિલિયર્સ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK