IPL 2019: વોર્નરના તોફાની 67 રન, હૈદરાબાદે 9 વિકેટે કોલકત્તાને હરાવ્યું

મુંબઈ | Apr 20, 2019, 22:18 IST

આઇપીએલમાં રવિવારે રમાયેલી પહેલી મેચમાં હૈદરાબાદના સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નરના 67 અને બેયરસ્ટોના અણનમ 80* રનની મદદથી કોલકત્તાને 9 વિકેટે આસાનીથી માત આપી હતી. આ કોલકત્તાની સતત પાંચમી હાર છે.

IPL 2019: વોર્નરના તોફાની 67 રન, હૈદરાબાદે 9 વિકેટે કોલકત્તાને હરાવ્યું
હૈદરાબાદની 9 વિકેટે જીત

આઇપીએલમાં રવિવારે રમાયેલી પહેલી મેચમાં હૈદરાબાદના સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નરના 67 અને બેયરસ્ટોના અણનમ 80* રનની મદદથી કોલકત્તાને 9 વિકેટે આસાનીથી માત આપી હતી. આ કોલકત્તાની સતત પાંચમી હાર છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ પર 159 રન બનાવ્યા હતા. હૈદરાબાદે આ આસાન લક્ષ્યને 15 ઓવરમાં 1 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. હૈદરાબાદનો 9 મેચોમાં આ પાંચમો વિજય છે.

હૈદરાબાદની શરૂઆત શાનદાર રહી
કોલકત્તાએ આપેલા
160 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદને વોર્નર અને બેયરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 12.2 ઓવરમાં 131 રનની ભાગીદારી કરીને જીત પાક્કી કરી દીધી હતી. વોર્નરને આઈપીએલ ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ રમી રહેલા બોલર પૃથ્વીરાજે બોલ્ડ કર્યો હતો. વોર્નરે 38 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. તેણે આ સિઝનમાં પોતાની છઠ્ઠી અડધી સદી પણ પૂરી કરી હતી. વોર્નર આઉટ થયા બાદ બેયરસ્ટોએ કેપ્ટન કેન વિલિયમસન (અણનમ 8 રન)ની સાથે બીજી વિકેટ માટે 30 રનની અણનમ ભાગીદારી કરીને 30 બોલ બાકી રહેતા હૈદરાબાદને જીત અપાવી દીધી હતી. 

કોલકત્તા નાઇટ રાઇડર્સની ઈનિંગ
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તાએ 20 ઓવરમાં 8 વિકેટ પર 159 રનનો સ્કોર બનાવ્યો હતો. કોલકત્તા માટે ઓપનર ક્રિસ લિને સર્વાધિક 51 રન બનાવ્યા હતા. તેની આ નવમી આઈપીએલ અડધી સદી હતી. આ સિવાય આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા રિંકુ સિંહે 30 અને સુનીલ નરેને 25 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી ખલીલ અહમદે 3, ભુવનેશ્વર કુમારે બે અને સંદીપ શર્મા તથા રાશિદ ખાને એક-એક વિકેટ ઝડપી હતી.

ક્રિસ લિન (51) અને સુનીલ નરેન (25)એ પ્રથમ વિકેટ માટે 2.4 ઓવરમાં 42 રનની ભાગીદારી કરી વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. નરેન ત્યારે ખલીલ અહમદના બોલ પર બોલ્ડ થયો હતો. તેણે આઠ બોલ પર ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ કોલકત્તાએ 73 રન સુધી પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી, જેમાં શુભમન ગિલ (3), ગત મેચનો હીરો નીતીશ રાણા (11) અને કેપ્ટન દિનેશ કાર્તિક (6)ની વિકેટ સામેલ છે. પરંતુ લિને આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા રિંકુ સિંહ (30)ની સાથે પાંચમી વિકેટ માટે 51 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK