એ દિવસ જેને સુનિલ ગાવસ્કર ક્યારેય યાદ કરવા નહીં માગે....

Published: Jun 07, 2019, 11:18 IST

યુવરાજ તેની 6 બોલમાં 6 સિક્સના રેકોર્ડને હમેશા પોતે અને લોકો યાદ રાખશે. તો બીજી તરફ સ્ટુઅર્ટ આ 6 સિક્સર્સ ક્યારેય યાદ કરવા માગશે નહી. આવો જ એક રેકોર્ડ ભારતીય ભુતપૂર્વ સ્ટાર પ્લેયર સુનિલ ગાવસ્કરના નામે છે.

વર્લ્ડકપ 2019માં સુનિલ ગાવસ્કરનો રાઉન્ડ કેપ લૂક
વર્લ્ડકપ 2019માં સુનિલ ગાવસ્કરનો રાઉન્ડ કેપ લૂક

ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમી રહી છે. ભારતે સાઉથ આફ્રિકા સામે પહેલી મેચ જીતીને વર્લ્ડકપની સારી શરુઆત કરી છે. ભારત હવે 9 જૂને ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે. વર્લ્ડ કપ દરમિયાન એવા કેટલાક રેકોર્ડ બનતા હોય છે જે આપણે ઘણા વર્ષો સુધી યાદ રાખવાનું પસંદ કરતા હોય છે જ્યારે કેટલાક એવા રેકોર્ડ પણ બને છે જેને ક્યારેય યાદ ન કરવાનું પસંદ કરતા હોય છે. જેમકે, T-20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડ સામે યુવરાજે ફટકારેલા 6 બોલમાં 6 છગ્ગા. યુવરાજ આ રેકોર્ડને હમેશા પોતે અને લોકો યાદ રાખશે. તો બીજી તરફ સ્ટુઅર્ટ આ 6 સિક્સર્સ ક્યારેય યાદ કરવા માગશે નહી. આવો જ એક રેકોર્ડ ભારતીય ભુતપૂર્વ સ્ટાર પ્લેયર સુનિલ ગાવસ્કરના નામે છે.

એક રેકોર્ડ જે કોઇ તોડવા નહીં માંગે

સુનિલ ગાવસ્કરને માસ્ટર બ્લાસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. સુનિલ ગાવસ્કર એક માત્ર બેટ્સમેન છે જે હેલ્મેટ વગર બેટિંગ કરવા ઉતરતા હતા. 1975માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં સુનિલ ગાવસ્કર અને ટીમે મળીને 60 ઓવરમાં માત્ર 3 વિકેટના નુકસાને માત્ર 132 રન બનાવ્યા હતા. આ મેચમાં સુનિવ ગાવસ્કરે ઓપનિંગ કર્યું હતું. જો કે ભારતીય ટીમના આ સ્ટાર બેટ્સમેન જે રીતે રમ્યા તેને તે આજે પણ યાદ કરવા ઈચ્છતા નથી. આ મેચમાં સુનિલ ગાવસ્કરે ઓપનિંગ કરતા 174 બોલ રમ્યા હતા અને અણનમ પેવેલિયન પરત ફર્યા હતા જો કે 174 બોલ રમીને સુનિલ ગાવસ્કર માત્ર 34 રન જ બનાવ્યા હતા.

આ પણ વાંચો: World Cup 2019: મિચલ સ્ટાર્ક સામે હાર્યું વેસ્ટ ઇન્ડીઝ

સુનિલ ગાવસ્કરે વન-ડેમાં આટલી મોટી ઈનિંગ રમતા સૌથી ઓછી સ્ટ્રાઈક ધરાવતા રેકોર્ડમાં પોતાનું નામ ધરાવે છે. આ મેચમાં સુનિલ ગાવસ્કરે માત્ર 20ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. એકતરફ આ મેચમાં સુનિલ ગાવસ્કર સામે ઘણી આશા રાખવામાં આવી હતી ત્યારે સુનિલ ગાવસ્કરે લગભગ અડધી ઓવર જાતે રમતા માત્ર 36 રન ફટકાર્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK