સ્ટુઅર્ટ બ્રૉડ અને જેમ્સ ઍન્ડરસને હંમેશાં સાથે રમવું જોઈએ:ડોમિનિક કૉર્ક

Published: Jul 27, 2020, 16:00 IST | Agencies | Mumbai Desk

બીજી ટેસ્ટ મૅચમાં ઍન્ડરસનને આરામ આપવામાં આવ્યો હતો અને બ્રૉડે કમાલ બતાવીને ૬ વિકેટ લીધી હતી. ત્રીજી મૅચમાં આ બન્ને પ્લેયરોને સ્થાન આપવામાં આવ્યું છે.

ડોમિનિક કૉર્ક
ડોમિનિક કૉર્ક

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પેસર ડોમિનિક કૉર્કનું કહેવું છે કે ઇંગ્લૅન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રૉડ અને જેમ્સ ઍન્ડરસને હંમેશાં સાથે રમવું જોઈએ. ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ મૅચમાં બ્રૉડને બહાર રાખવામાં આવ્યો હતો અને એમાં ઇંગ્લૅન્ડ હારી ગયું હતું. બીજી ટેસ્ટ મૅચમાં ઍન્ડરસનને આરામ આપવામાં આવ્યો હતો અને બ્રૉડે કમાલ બતાવીને ૬ વિકેટ લીધી હતી. ત્રીજી મૅચમાં આ બન્ને પ્લેયરોને સ્થાન આપવામાં આવ્યું છે. આ બન્ને બોલરોના પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખતાં ડોમિનિક કૉર્કનું કહેવું છે કે ‘હું સમજી શકું છું કે એક પછી એક સતત ટેસ્ટ મૅચ રમાઈ રહી છે અને યજમાન ટીમ ઇચ્છે છે કે ઍન્ડરસન અને બ્રૉડ શક્ય એટલી વધારે મૅચ રમી શકે. તેઓ બન્ને મળીને અંદાજે ઘણી ટેસ્ટ-વિકેટ લઈ શકે છે અને પોતાની અલગ પ્રકારની બોલિંગથી બૅટ્સમેનોને પરેશાન કરી શકે છે. જિમીની કોઈ પણ નવી બોલિંગ-ટેક્નિકને બ્રૉડ ઘણી જલદીથી શીખી લે છે. આ બન્ને પ્લેયરો ઘણા ફિટ છે અને ટેસ્ટ મૅચ રમવા માટે તૈયાર છે. બસ તેમને ઇન્જરી ન થાય એનું ધ્યાન રાખવાનું છે. જિમીનો રેકૉર્ડ દિવસે-દિવસે સારો બનતો જાય છે અને આશા કરીએ કે આ બન્ને પ્લેયરો ઘણી મૅચ સાથે રમે.’
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બ્રૉડ અને ઍન્ડરસન ૧૧૭ ટેસ્ટ મૅચ સાથે રમ્યા છે, પણ છેલ્લી ૧૫ ટેસ્ટ મૅચમાં તેઓ માત્ર ત્રણ મૅચ સાથે રમી શક્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK