ઑક્શનમાં ઓછા પૈસા મળતાં સ્ટીવ સ્મિથ કદાચ આ વખતે આઇપીએલ રમવા ન પણ આવે: માઈકલ ક્લાર્ક

Published: 21st February, 2021 12:30 IST | Gujarati Mid-day Correspondent | Melbourne

બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ રાખનાર સ્મિથને રાજસ્થાને રિલીઝ કર્યા બાદ દિલ્હીએ ૨.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

માઈકલ ક્લાર્ક
માઈકલ ક્લાર્ક

ઑસ્ટ્રેલિયન ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની હરાજીમાં સ્ટીવ સ્મિથને ઓછી કિંમતમાં ખરીદાતાં આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે સંભવત: પૂરતી કિંમત ન મળી હોવાને લીધે સ્મિથ આઇપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચાવી શકે છે. બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ રાખનાર સ્મિથને રાજસ્થાને રિલીઝ કર્યા બાદ દિલ્હીએ ૨.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્મિથને ૨૦૧૮માં રાજસ્થાને જબરદસ્ત ૧૨.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ક્લાર્કે કહ્યું કે ‘મને ખબર છે કે આઇપીએલમાં તેનું પ્રદર્શન જોઈએ એવું નથી રહ્યું. છેલ્લી સીઝનમાં પણ તેનું પ્રદર્શન નબળું રહ્યું હતું. મને નવાઈ લાગે છે કે તેને જે નાણાં મળ્યાં છે એ ચાર લાખ ડૉલર કરતાં ઓછા છે છતાં જે રકમ તેને મળી છે એ પણ સારી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK