(આઇ.એ.એન.એસ.) ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન ટિમ પેઇનનું કહેવું છે કે સ્ટીવ સ્મિથ તેની હેલ્થ પર વધુ ફોક્સ કરી રહ્યો છે. ‘સૅન્ડપૅપર ગેટ’માં સ્મિથને બૅન કરવામાં આવ્યો હતો. બૅન બાદ તેણે જોરદાર કમબૅક કર્યું છે અને ત્યાર બાદ તે સતત ચર્ચામાં રહે છે. તેણે એ પણ કહ્યું હતું કે આ ઘટના બાદ તેને ઊંઘવામાં તકલીફ પડી રહી હતી અને તે સતત ક્યારે ક્રીઝ પર જાય એ વિશે વિચારતો હતો.
આ વિશે ટિમ પેઇનીએ કહ્યું હતું કે ‘મને ખબર છે કે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા (બોર્ડ) અને અન્ય લોકોની મદદથી તે પોતાને સારી રીતે ઊંઘ આવે એના પર ફોકસ કરી રહ્યો છે. તે પોતાનામાં સુધારો લાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યો છે અને બે મૅચ વચ્ચે રિલૅક્સ થવાની પણ કોશિશ કરે છે. મને નથી લાગતું કે સ્ટીવ જે રીતે પોતાને ફિક્સ કરી રહ્યો છે એટલી સારી રીતે કોઈ આ પરિસ્થિતિને હૅન્ડલ ન કરી શકે.’
પાકિસ્તાનની અંડર ૧૯ વર્લ્ડ કપની ટીમમાં રમશે નસીમ શાહ
Dec 05, 2019, 13:27 ISTનિત્યાનંદની શેખી પર અશ્વિનની ટીખળ
Dec 05, 2019, 13:24 ISTપૂર્વ પાકિસ્તાની ઑલરાઉંડરે કર્યું જસપ્રીત બુમરાહનું અપમાન, કહ્યું 'બેબી બૉલર'
Dec 04, 2019, 19:47 ISTICC Test Rankings: વિરાટ ટેસ્ટમાં બેસ્ટ, આ ખેલાડીઓ પણ આગળ
Dec 04, 2019, 15:42 IST