સોમવારે ત્રીજી ટેસ્ટના છેલ્લા દિવસે ડ્રિન્ક્સ-બ્રેક દરમ્યાન સ્મિથ સ્ટમ્પ્સ પાસે બૅટ્સમૅને કરેલા ગાર્ડના માર્ક પાસેની જગ્યાએ પોતાના બૂટથી નવો માર્ક કરતો વિડિયો વાઇરલ થતાં તેની ચારેકોરથી ટીકાઓ થવા લાગી હતી અને બધા કહેવા લાગ્યા હતા કે ચીટર માણસ જિંદગીભર ચીટર જ રહેવાનો. મંગળવારે કૅપ્ટન ટિમ પેઇને તેનો બચાવ કર્યા બાદ ગઈ કાલે સ્મિથે પોતે આ બાબતે ખુલાસો કર્યો હતો.
પંતનું ધ્યાનભંગ કરવા માટેની આ ડિર્ટી ગેમ અંગે સ્મિથે ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘લોકોની આ રીતની આલોચનાને લીધે હું ખૂબ જ હેરાન છું. હું પિચને સમજવા અને પ્રેક્ટિસ માટે આવું કરતો હતો. અમારા બોલરો કઈ લાઇનમાં બોલિંગ કરી રહ્યા છે અને બૅટ્સમૅન એનો સામનો કેવી રીતે કરે છે એ સમજવા હું અવારનવાર આવું કરતો રહેતો હોઉં છું. મને આની આદત પડી ગઈ છે.
આ ઘટના અંગે વીરેન્દર સેહવાગે તેની સ્ટાઇમાં કટાક્ષ કર્યો હતો કે ‘ઑસ્ટ્રેલિયાએ બધી જ ટ્રીક અપનાવી જોઈ, સ્મિથે પંતના બૅટિંગ ગાર્ડને ક્રિઝ પરથી ભૂસવાની કોશિશ કરી, પણ કંઈ કામ ન આવ્યું. ખાયા પિયા કુછ નહીં, ગ્લાસ તોડા બારાના. ટીમ ઇન્ડિયાએ જે રીતે મૅચ ડ્રૉ કરાવી એનાથી હું ગર્વ મહેસૂસ કરું છું.’
આવતા મહિને યોજાનારા મિની ઑક્શન માટે આઇપીએલની દરેક ટીમે ૨૧ જાન્યુઆરી સુધી તેમના રિટર્ન ખેલાડીઓની યાદી સુપરત કરવાની છે. આમાં અત્યારે દરેક ટીમ કોને ઑક્શન માટે છૂટા કરશે અને કોને જાળવી રાખશે એ અંગે જાતજાતની ચર્ચાઓ ચાલી રહી છે. આમાં રાજસ્થાન રૉયલ્સ તેના ગઈ સીઝનના કૅપ્ટન સ્મિથને છૂટો કરે એવી પણ વાતો થઈ રહી છે. ગઈ સીઝનમાં કૅપ્ટન સ્મિથનો અને ટીમનો પર્ફોર્મન્સ ખૂબ જ નબળો રહ્યો હતો અને ટીમ પૉઇન્ટ ટેબલમાં છેલ્લા નંબરે રહી હતી. સ્મિથે ગઈ સીઝનમાં ૧૪ લીગ મૅચમાં ૧૩૧ની સ્ટ્રાઇક રેટ અને ૩ હાફ સેન્ચુરી સાથે ૩૧૧ રન જ બનાવી શક્યો હતો.
ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ત્રીજો કૅપ્ટન બન્યો જો રૂટ
17th January, 2021 13:52 ISTપંડ્યા બ્રધર્સના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ-અટૅકથી નિધન
17th January, 2021 13:50 ISTસિડનીમાં ખેલાડીઓ ઉપરાંત ભારતીય પ્રેક્ષક પણ બન્યો હતો રંગભેદનો શિકાર
17th January, 2021 13:48 ISTબિનઅનુભવી બોલરોની કમાલ, રોહિતની વિકેટે દિવસ બગાડ્યો
17th January, 2021 13:43 IST