હવે હું જાહેરમાં આવતાં નર્વસ થઈ જાઉં છું : સ્ટેફી

Published: 3rd October, 2011 19:38 IST

બર્લિન : ૧૯૯૯માં ટેનિસજગતને અલવિદા કર્યા પછી ૨૦૦૧માં ટેનિસપ્લેયર આન્દ્રે ઍગાસી સાથે લગ્ન કરનાર જર્મનીની ૪૨ વર્ષની સ્ટેફી ગ્રાફને હવે જાહેરમાં આવવું જરાય પસંદ નથી અને તે બન્ને બાળકોની સારસંભાળ રાખવામાં જ બધુ ધ્યાન આપે છે.

 

સ્ટેફીને ઍગાસીથી થયેલો પુત્ર જૅડેન ગિલ ૧૦ વર્ષનો અને ત્યાર બાદ થયેલી પુત્રી જૅઝ એલ ૮ વર્ષની છે. સ્ટેફીએ ગઈ કાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું બે બાળકોની માતા છું અને તેમની કાળજી રાખવા સિવાય બીજી કોઈ વાતમાં અને ખાસ કરીને જાહેર જીવનમાં કોઈ રસ નથી.

ખરું કહું તો હું હવે જ્યારે પણ જાહેરમાં આવું છું ત્યારે ખૂબ નર્વસ થઈ જાઉં છું અને ગભરામણ પણ થાય છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK