ભારતમાંં બેડમિન્ટનનું ભવિષ્ય ઉજળુ થઈ રહ્યું છે: સાઈ પ્રણીત

Mar 13, 2019, 21:43 IST

સાઈ પ્રણીતે કહ્યું હતું કે, મને લાગી રહ્યું છે કે અત્યારે રાષ્ટ્રિય ચેમ્પિયનશિપ જીતવી મુશ્કેલ છે કેમકે જુનિયર પ્લેયર્સ જોરદાર પ્રદર્શન આપી રહ્યા છે. ભારત બેડમિન્ટનમાં ભારત ઘણો વિકાસ કરી રહ્યું છે.

ભારતમાંં બેડમિન્ટનનું ભવિષ્ય ઉજળુ થઈ રહ્યું છે: સાઈ પ્રણીત
'બેડમિન્ટનનું ભવિષ્ય ઉજળુ'

ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઈ પ્રણીત અનુસાર અત્યારે યુવા ખેલાડીઓ સિનિયર પ્લેયર્સને બરાબરની ટક્કર આપી રહ્યા છે અને આ બેડમિન્ટન માટે એક ગૌરવપૂર્ણ વાત છે. સાઈ પ્રણીતે કહ્યું હતું કે, મને લાગી રહ્યું છે કે અત્યારે રાષ્ટ્રિય ચેમ્પિયનશિપ જીતવી મુશ્કેલ છે કેમકે જુનિયર પ્લેયર્સ જોરદાર પ્રદર્શન આપી રહ્યા છે. ભારત બેડમિન્ટનમાં ભારત ઘણો વિકાસ કરી રહ્યું છે.

વર્ષ 2015મા કરિઅરની સર્વશ્રેષઠ 15મી રેન્કિંગ પ્રાપ્ત કરનાર પ્રણાતે બેડમિન્ટન પ્લેયર્સનું સમર્થન કરતા ભારતીય બેડમિન્ટન સંઘના પણ વખાણ કર્યા છે. આ રમતને એક લેવલે ઉપર લઈ જવા માટ સંઘ સકારાત્મક પગલા લઈ રહ્યું છે. આપણે બેડમિન્ટન જેવી રમતને આગળ વધારવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ સિવાય એ દિવસ પણ દૂર નથી જ્યારે આપણે ઘણી ચેમ્પિયનશિપમાં સ્વર્ણ જીતીશું

26 વર્ષિય પ્રણીતે 2016માં કેનેડા ઓપન અને 2017માં થાઈલેન્ડ ઓપનમાં ચેમ્પિયન બનીને દેશનું ગૌરવ અપાવ્યું છે. પ્રણીત છેલ્લા થોડા સમયથી ફિટનેસના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ઓલ ઈંગ્લેન્ડ ઓપનથી શરુઆત કરી રહ્યા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK