1998નો વર્લ્ડકપ જીતાડનાર હવે કરે છે ભેંસો ચરાવવાનું કામ, પરિસ્થિતિએ કર્યો મજબૂર

Published: Jul 21, 2020, 20:54 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

ક્રિકેટ સાથે કેટલીક એવી વાતો પણ જોડાયેલી હોય છે જે ખૂબ જ ઓછા લોકોને ખબર હોય છે. આમાંથી એક છે આ સ્ટાર ક્રિકેટરની સ્ટોરી જે તમને અહીં જાણવા મળશે...

ભાલાજી ડામોર
ભાલાજી ડામોર

વિશ્વમાં ક્રિકેટનો જનૂન તો દરેકને માથે સવાર હોય જ છે. ક્રિકેટ સાથે જોડાયેલી દરેક નવી વાત જાણવા માટે લોકો ઘણાં ઉત્સાહિત હોય છે. ભારતે બ્લાઇંડ ક્રિકેટ વિશ્વકપ 2018ની ફાઇનલ મેચમાં પાકિસ્તાનને બે વિકેટથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યું હતું. ભારતીય ટીમની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને ટ્વિટરના માધ્યમથી જીતની વધામણી આપી. ભારતે ગયે વખતે પણ આ ખિતાબ પોતાને નામે કર્યો હતો. ફાઇનલ યૂએઇમાં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. આ આખી ટૂર્નામેંટ દરમિયાન ભારતે એક પણ મેચ ગુમાવી નહોતી. પણ ક્રિકેટ સાથે કેટલીક એવી વાતો પણ જોડાયેલી હોય છે જે ખૂબ જ ઓછા લોકોને ખબર હોય છે. આમાંથી એક છે આ સ્ટાર ક્રિકેટરની સ્ટોરી જે તમને અહીં જાણવા મળશે...

ભેંસો ચરાવવા મજબૂર આ વિશ્વકપ વિજેતા સ્ટાર
ભારતમાં મેચના કરોડો ચાહકો છે. ભારતના કરોડોની સંખ્યામાં લોકો મેચનો આનંદ માણતાં હોય છે. ત્યારે દરવખતે કોઇક ને કોઇક નવો ચહેરો જોવા મળી જ જાય છે. આ નવા ચહેરાઓએ તેમની બૅટિંગ અથવા તેમની બૉલિંગથી લોકોને પ્રભાવિત કરવામાં કોઇ કસર બાકી રાખી નથી. ક્રિકેટ એક એવું પ્લેટફૉર્મ છે જ્યાં નવા-નવા ખેલાડીઓને તેમનું હુનર દર્શાવવાની તક મળે છે.

પણ જો લોકોને પૂછવામાં આવે કે ક્રિકેટ જગતના ભગવાન કોણ છે તો બધાંને મોઢે માત્ર એક જ જવાબ સાંભળવા મળશે અને તે હશે સચિન તેંડુલકર. જો કે, સચિન સિવાય પણ એવા ઘણાં ક્રિકેટર્સ છે જેમને લોકો પસંદ કરે છે. વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી એવા ઘણાંય ખેલાડીઓ છે જે દર્શકોના પ્રિય છે. તેમ છતાં ઘણાં એવી ખેલાડીઓ પણ છે જે સારું પ્રદર્શન કરવા છતાં આજે વિસ્મૃતિનું જીવન વિતાવી રહ્યા છે. આવા જ એક ખેલાડી એટલે 1998ના વર્લ્ડ કપના સ્ટાર ક્રિકેટર ભાલાજી ડામોર.

Bhalaji Damor

1998માં રમાયેલા અંધ (Blind)વર્લ્ડકપમાં ભાલાજી ડામોર ભારતીય ટીમના સ્ટાર રહ્યા. પણ હવે તેમની સ્થિતિ એવી છે કે તે ભેંસો ચરાવવા માટે લાચાર છે. હા ખરેખર, કદાચ તમે નહીં માનો પણ ભાલાજી ડામોર પોતાનું ગુજરાન ચલાવવા ઢોર ચરાવવાનું કામ કરી રહ્યા છે. હાલ તે ભેંસો ચરાવે છે. ભાલાજી ડામોર ઑલરાઉન્ડર ખેલાડી રહ્યા. અને 1998માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તે ભારતીય ટીમને સેમિફાઇનલમાં લઈ જવામાં સફળ રહ્યા હતા.

વખતને માર્યે હાલ ચરાવે છે ઢોર
ભાલાજી એક ગરીબ પરિવારમાંથી આવ્યા હતા અને વર્લ્ડ કપમાં સારા પ્રદર્શન બાદ, તેમને આશા હતી કે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરંતુ આવું બન્યું નહીં. વર્લ્ડ કપ બાદ 19 વર્ષો વીતી ગયા છે અને 19 વર્ષ પછી પણ ભાલાજીની સ્થિતિ એવીને એવી જ છે. તે આજે પણ આર્થિક કટોકટીમાં જીવી રહ્યા છે. આવા અદ્ભૂત પ્રદર્શન પછી પણ તેમને સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. ભાલાજી આજે પણ ભેંસ ચરાવવા અને ખેતી સાથે જોડાયેલા નાના-મોટા કામો કરવા લાચાર છે.

Bhalaji Damor

સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ છે
ઉલ્લેખનીય છે કે ભાલાજી ગુજરાતના ઓલરાઉન્ડર ખેલાડી છે અને તેમના નામે ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ છે. જણાવી દઈએ કે ભાલાજીએ અત્યાર સુધીમાં તેમની 125 મેચોમાં 3125 રન બનાવ્યા છે અને 150 વિકેટ ચટકાવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભાલાજી સંપૂર્ણપણે અંધ છે અને ભારત માટે કુલ 8 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યા છે.

તેમના સારા પ્રદર્શન પછી તેમને આશા હતી કે સરકાર તેની મદદ કરશે અને તેને નોકરી મળી જશે જેથી તે તેના પરિવારનું ભરણપોષણ કરી શકશે. પરંતુ આટલા વર્ષો પછી પણ તેમને કોઈ મદદ મળી નથી. આજે પણ પરિસ્થિતિ પહેલા જેવી જ છે. સ્પોર્ટ્સ ક્વૉટા અને અપંગ ક્વૉટા પણ તેમને કોઈ કામ ન આવ્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK