શોએબનો ઇરાદો બુક વેચીને પુષ્કળ પૈસા કમાઈ લેવાનો : શાહરુખ ખાન

Published: 28th September, 2011 16:22 IST

શોએબ અખ્તરે સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડને ઉતારી પાડતી કમેન્ટ્સ ‘કન્ટ્રોવર્શિયલી યૉર્સ’ ટાઇટલવાળી આત્મકથામાં કરવા ઉપરાંત કલકત્તા નાઇટ રાઇડર્સના કો-ઓનર શાહરુખ ખાન વિશે જે આક્ષેપો કર્યા છે એના પર ખુદ કિંગ ખાને આકરા પ્રત્યાઘાતોમાં ઘણો સંયમ જાળવ્યો છે.

 

કિંગ ખાને કહ્યું કે આ ફાસ્ટ બોલરે વિવાદો ઊભા કરીને જાળ બિછાવી છે, પણ આપણે એની ચર્ચા કરીને એમાં ફસાવું ન જોઈએ


શોએબે આત્મકથામાં શાહરુખ વિશે આ પ્રમાણે લખ્યું છે : શાહરુખ ખાને મારી સાથે ચીટિંગ કરી છે. હું આઇપીએલમાં નથી રમી શક્તો એ માટે અમુક અંશે શાહરુખ તેમ જ આઇપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જવાબદાર છે. જોકે શાહરુખ વિશે મારે એ પણ કહેવું છે કે હું કલકત્તાની ટીમમાં હતો ત્યારે તે મને નાના ભાઈ જેવો ગણતો હતો.


શાહરુખે શોએબના આક્ષેપો પર આપેલા પ્રત્યાઘાતમાં સાવચેત રહેવાનો સંકેત આપ્યો છે : મને તો લાગે છે કે શોએબનો આશય આત્મકથામાં મારા વિશેના આક્ષેપો સહિતની અનેક વિવાદાસ્પદ વાતો સામેલ કરીને પુષ્કળ પૈસા કમાઈ લેવાનો છે. તે આવી બધી વાતો લખે તો જ તેની બુક વેચાયને! તે કલકત્તાની ટીમમાં હતો ત્યારે કે ત્યાર બાદ તેની સાથે અંગત રીતે મારો કોઈ અણબનાવ નહોતો. હું તો કહું છું કે આપણે બધાએ તેની વાતોની ચર્ચા કરવાને બદલે બીજી જરૂરી બાબતો પર ધ્યાન આપવું જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK