Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > કમ્બાલા રેસના ઉસેન બોલ્ટ શ્રીનિવાસ ગૌડાએ ટ્રાયલ માટે ના પાડી દીધી

કમ્બાલા રેસના ઉસેન બોલ્ટ શ્રીનિવાસ ગૌડાએ ટ્રાયલ માટે ના પાડી દીધી

18 February, 2020 11:58 AM IST | Mangalore

કમ્બાલા રેસના ઉસેન બોલ્ટ શ્રીનિવાસ ગૌડાએ ટ્રાયલ માટે ના પાડી દીધી

કમ્બાલા રેસના ઉસેન બોલ્ટ શ્રીનિવાસ ગૌડાએ ટ્રાયલ માટે ના પાડી દીધી


દક્ષિણ ભારતની કમ્બાલા રેસમાં રેકૉર્ડ રનિંગ કરીને દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા શ્રીનિવાસ ગૌડાએ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની ટ્રાયલમાં ભાગ લેવાની ના પાડી દીધી છે. ગૌડાની રેકૉર્ડ રનિંગને લીધે તેની સરખામણી ઉસેન બોલ્ટ સાથે કરવામાં આવી રહી હતી અને તેને ઑલિમ્પિકમાં મોકલવાની પણ દરખાસ્ત કરવામાં આવી રહી હતી, જેને લીધે ગૌડાની રનિંગનું ટ્રાયલ લેવા તેને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા બોલાવવામાં આવ્યો હતો. ટ્રાયલ માટે ના પાડતાં શ્રીનિવાસે કહ્યું હતું કે ‘સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની ટ્રાયલમાં હું ભાગ નથી લેવાનો. મારે કમ્બાલા રેસમાં વધારે નામ કમાવવું છે. કમ્બાલા અને ટ્રૅક ઇવેન્ટ બન્ને અલગ છે અને જે લોકો પોતપોતાની રેસમાં સારું કરે છે તેની અન્ય કોઈ નકલ કરી શકતું નથી. કમ્બાલામાં અમે હીલ્સ દ્વારા દોડીએ છીએ જ્યારે ટ્રૅક પર અંગૂઠા અને પંજા દ્વારા દોડવાનું રહે છે. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું આટલો ફેમસ થઈ જઈશ. મને ફેમસ બનાવવા બદલ મારા બ‍ળદોનો આભાર.’


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2020 11:58 AM IST | Mangalore

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK