Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > SLvNZ : પેહલી ટેસ્ટ જીતવા માટે શ્રીલંકાને અંતિમ દિવસે 135 રનની જરૂર

SLvNZ : પેહલી ટેસ્ટ જીતવા માટે શ્રીલંકાને અંતિમ દિવસે 135 રનની જરૂર

17 August, 2019 07:40 PM IST | Galle

SLvNZ : પેહલી ટેસ્ટ જીતવા માટે શ્રીલંકાને અંતિમ દિવસે 135 રનની જરૂર

શ્રીલંકા ક્રિકેટ ટીમ (PC : Sri Lanka Cricket)

શ્રીલંકા ક્રિકેટ ટીમ (PC : Sri Lanka Cricket)


Galle : શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં ચોથો દિવસ પુરો થઇ ગયો છે. ત્યારે ચોથા દિવસના અંતે શ્રીલંકા વિના વિકેટના નુકસાને 133 રન નોંધાવ્યા હતા. હવે શ્રીલંકાને પહેલી ટેસ્ટ જીતવા માટે અંતિમ દિવસે 135 રનની જરૂર છે. ખરાબ પ્રકાશને કારણે રમત રોકવી પડી ત્યારે દિમુથ કરૂણારત્ને 71 અને લાહિરૂ થિરિમાને 57 રન બનાવી ક્રીઝ પર છે.






ચોથા દિવસે કીવીની ટીમ 285 રને ઓલ આઉટ થયું હતું
પહેલી ટેસ્ટના ચોથા દિવસની રમતની શરૂઆત કીવી ટીમના બીજી ઈનિંગના સ્કોર
195/7થી શરૂ થઈ હતી. બીજે વોટલિંગ 77 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ વિલિયમ સોમરવિલેએ ક્રીઝ પર સમય પસાર કરતા 118 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટ 26 રન બનાવી આઉટ થયો હતો. આ રીતે ન્યૂઝીલેન્ડ 285 રન બનાવી આઉટ થયું હતું. એમ્બુલડેનિયાએ શ્રીલંકા માટે બીજી ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય ધનંજય ડી સિલ્વાને 3 અને લાહિરૂ કુમારાને બે સફળતા મળી હતી.

આ પણ જુઓ : ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

શ્રીલંકાએ બીજી ઇનીંગની શાનદાર શરૂઆત કરી
શ્રીલંકાની ટીમે
268 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરતા શાનદાર બેટિંગ કરી હતી. દિમુથ કરૂણારત્ને અને થિરિમાનેએ નવા બોલનો સામનો કર્યો હતો. બંન્ને ન્યૂઝીલેન્ડના બોલરોને તક ન આપતા સદીની ભાગીદારી કરી હતી. દિવસ સમાપ્ત થયો ત્યારે કરૂણારત્ને 71 અને થિરિમાને 57 રન બનાવી રમી રહ્યાં હતા. શ્રીલંકાને જીત માટે 135 રનની જરૂર છે. એક દિવસની રમત બાકી છે અને યજમાન ટીમના તમામ ખેલાડી સુરક્ષિત છે. જેથી શ્રીલંકાનું પલડુ ભારે લાગી રહ્યું છે. તો ન્યૂઝીલેન્ડે આ મેચમાં પરત ફરવા માટે કોઈ ચમત્કારની જરૂર છે.

સંક્ષિપ્ત સ્કોર
ન્યૂઝીલેન્ડઃ 249/10, 285/10
શ્રીલંકા: 267/10, 133/0


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2019 07:40 PM IST | Galle

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK