લસિથ મલિંગાએ કહ્યું કે કોઇ પણ ક્રિકેટર આ ભારતીય ખેલાડીને હરાવી શકશે નહીં

Mumbai | Sep 12, 2019, 20:35 IST

લસિથ મલિંગાએ પોતાની ક્રિકેટ કારકિર્દીમાં અનેક રેકોર્ડ નોંધાવ્યા છે અને પોતાની શાનદાર ઇનીંગને પગલે ટીમને ઐતિહાસીક જીત પણ અપાવી છે. ત્યારે વર્લ્ડ કપ 2019 બાદ તેનું એક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું. જેમાં તેણે ભારતીય ટીમ વિશે રસપ્રદ વાત કરી હતી.

લસિથ મલિંગાએ કહ્યું કે કોઇ પણ ક્રિકેટર આ ભારતીય ખેલાડીને હરાવી શકશે નહીં
લસીથ મલિંગા (PC : Twitter)

Mumbai : શ્રીલંકા ક્રિકેટ ટીમના દિગ્ગજ ગણાતા ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝની પહેલી મેચ રમ્યા બાદ ક્રિકેટની દુનિયાને અલવિદા કહી દીધું છે. પણ તે હવે વિદેશી ટી20 લીગમાં ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે લસિથ મલિંગાએ પોતાની ક્રિકેટ કારકિર્દીમાં અનેક રેકોર્ડ નોંધાવ્યા છે અને પોતાની શાનદાર ઇનીંગને પગલે ટીમને ઐતિહાસીક જીત પણ અપાવી છે. ત્યારે વર્લ્ડ કપ 2019 બાદ તેનું એક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું. જેમાં તેણે ભારતીય ટીમ વિશે રસપ્રદ વાત કરી હતી. એ વાત આજે અમે તમને જણાવી રહ્યા છીએ.

Lasith Malinga

ભારતનો આ પુર્વ સુકાનીને કોઇ હરાવી શકશે નહીં
: લસિથ મલિંગા
લસિથ મલિંગાને એક ઇન્ટરવ્યુમાં તેને પુછવામાં આવ્યું હતું કે એવો ક્યો ખેલાડી કે જેને તે હરાવી શકતો નથી. ત્યારે તેણે જ જવાબ આપ્યો તે તમે સાંભળીને ચોકી ઉઠશો. તેણે બીજો કોઇ નહીં પણ ટીમ ઇન્ડિયાના પુર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનું નામ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2011ની ફાઇનલ મેચમાં ધોનીએ કુલસેકરાની ઓવરમાં છગ્ગો ફટકારીને ઇતિહાસ રચ્યો હતો અને ટીમ ઇન્ડિયાને 28 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતાડ્યો હતો અને શ્રીલંકાની આશાઓ પર પાણી ફેરવ્યું હતું.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

ધોની હજું 1 કે 2 વર્ષ ક્રિકેટ રમવું જોઇએ : લસિથ મલિંગા
લસિથ મલિંગાએ કહ્યું કે, મહેન્દ્રસિંહ ધોનીએ વધુ 1 અથવા 2 વર્ષ ક્રિકેટ રમવું જોઈએ. છેલ્લા 10 વર્ષમાં તે વિશ્વનો શ્રેષ્ઠ ફિનિશર રહ્યો છે. મને નથી લાગતું કે ભવિષ્યમાં કોઈ તેમને હરાવી શકે. મલિંગાએ વધુમાં કહ્યું કે, તે યુવા ખેલાડીઓને સારી રીતે માર્ગદર્શન આપે છે અને મેચની સ્થિતિને ખૂબ સારી રીતે કેવી રીતે સંચાલિત કરવું તે જાણે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK