શ્રીલંકનો ડર્બનમાં ડરશે તો કૅલિસ કસોટીમાં પાસ

Published: 26th December, 2011 05:28 IST

તે એકમાત્ર શ્રીલંકનો સામે સદી નથી ફટકારી શક્યો : આજથી સિરીઝની બીજી ટેસ્ટડર્બન: શ્રીલંકાની ટીમ ડર્બનમાં અગાઉ એક જ ટેસ્ટમૅચ રમી છે અને એ ડ્રૉ થઈ છે. આજે સાઉથ આફ્રિકા સામે આ ગ્રાઉન્ડ પર શરૂ થતી સિરીઝની બીજી ટેસ્ટમૅચ (ટેન ક્રિકેટ પર બપોરે ૧.૩૦)માં બન્ને ટીમ વચ્ચે જોરદાર રસાકસી જોવા મળશે એના કેટલાક કારણો છે.સાઉથ આફ્રિકા ત્રણ મૅચવાળી સિરીઝમાં ૧-૦થી આગળ છે એટલે આ મૅચ પણ જીતીને ટ્રોફી પર કબજો કરી લેવા કોઈ કસર બાકી નહીં રાખે. જોકે શ્રીલંકાના પ્લેયરો કમબૅક કરવા માટે વિખ્યાત છે એટલે ગ્રેમ સ્મિથ ઍન્ડ કંપની માટે આ મૅચ જીતવી અઘરું કામ તો છે જ.સાઉથ આફ્રિકાનો જૅક કૅલિસ શ્રીલંકા સામે અત્યાર સુધીમાં ૧૩ ટેસ્ટમાં ૬૭૦ રન બનાવી ચૂક્યો છે, પરંતુ શ્રીલંકા એકમાત્ર દેશ છે જેની સામે તે ટેસ્ટસદી નથી ફટકારી શક્યો એટલે આ ટેસ્ટમાં તેના હાથે એકાદ સેન્ચુરી જોવા મળે તો નવાઈ નહીં.સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ ટેસ્ટના મૅચવિનર વનોર્ન ફિલૅન્ડરની ફિટનેસના રિપોર્ટનો ગઈ કાલે ઇન્તેજારમાં હતી. જો તે નહીં રમે તો શ્રીલંકા કદાચ બાજી મારી શકે.


ડર્બનમાં સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે આટલી ટેસ્ટમૅચ રમાઈ છે અને એ ડ્રૉ થઈ છે

સાઉથ આફ્રિકાનો ઘરઆંગણે છેલ્લા આટલા વષોર્માં બહુ ખરાબ રેકૉર્ડ છે. આ સમયગાળા દરમ્યાન એ એકેય ટેસ્ટસિરીઝ નથી જીત્યુંર્. શ્રીલંકા સામેની ત્રણ મૅચની વર્તમાન સિરીઝમાં એ
૧-૦થી આગળ છે અને આજે બીજી ટેસ્ટ શરૂ થઈ રહી છે

શ્રીલંકા અગાઉ સાઉથ આફ્રિકામાં આટલી ટેસ્ટસિરીઝ રમ્યું છે અને એ તમામ હાર્યું છે

જો શ્રીલંકાની ટીમમાં આજે વિકેટકીપર દિનેશ ચંદીમલનો સમાવેશ થશે તો આ વર્ષે ટેસ્ટકરીઅર શરૂ કરનાર તે આટલામો શ્રીલંકન કહેવાશે. આવું છેલ્લે ૧૯૯૯માં બન્યું હતું
૧૦૪
મુથૈયા મુરલીધરનની આટલી વિકેટો બન્ને દેશોના બોલરોમાં હાઇએસ્ટ છે. બીજા નંબરના બોલર શૉન પોલૉકની ૪૮ વિકેટ મુરલીથી અડધી પણ નથી
૬૫૮
સાઉથ આફ્રિકાએ ૨૦૦૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૯ વિકેટે બનાવેલા આટલા રન ડર્બનનું હાઇએસ્ટ ટીમ-ટોટલ છે. ભારતે ૧૯૯૬માં સાઉથ આફ્રિકા સામે બનાવેલા ૬૬ રન ડર્બનનો લોએસ્ટ-સ્કોર છે
૧૫૧૭
માહેલા જયવર્દનેના આટલા રન બન્ને દેશો વચ્ચેની ટેસ્ટસિરીઝોના તમામ બૅટ્સમેનોમાં હાઇએસ્ટ છે. કુમાર સંગકારા ૧૧૮૫ રન સાથે બીજા નંબરે અને ભૂતપૂર્વ પ્લેયર ડેરિલ કલીનન ૯૧૭ રન સાથે ત્રીજા સ્થાને છે
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK