Mumbai : છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની સીરિઝને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની ક્રિકેટ શ્રેણી પર વિવાદના વાદળો દુર થઇ રહ્યા છે અને શ્રેણી રમાવવા માટે સારા સમાચાર મળી રહ્યા છે.આતંકવાદી હુમલાનીઆશંકા હોવા છતાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ટીમને પાકિસ્તાનના પ્રવાસે જવા દેવાની મંજુરી આપી છે. શ્રીલંકાની ટીમ પાકિસ્તાન સામે કુલ 6 મેચ રમશે. જેમાં 3 ટી20 અને 3 વનેડે મેચનો સમાવેશ થાય છે. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આ શ્રેણીની પ્રથમ મેચ 27 સપ્ટેમ્બરના રોજ રમાશે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કરી જાહેરાત
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે, પાકિસ્તાનનો પ્રવાસ કરવા માટે દેશના સંરક્ષણ મંત્રાલય પાસેથી દરેક પ્રકારની મંજુરી મળી ગઈ છે. પદાધિકારીઓ પણ ટીમની સાથે જશે. પાકિસ્તાનની સરકારે શ્રીલંકાની ટીમને વધુ સુરક્ષા પ્રદાન કરવા બાહેંધરી આપી છે.ગયા અઠવાડિયે એવો રિપોર્ટ આવ્યો હતો કે, પાકિસ્તાનના પ્રવાસે જનારી શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલો થઈ શકે છે.
સંરક્ષણ મંત્રાલયના રિપોર્ટ બાદ લેવાયો છે નિર્ણય : શ્રીલંકા બોર્ડ
શ્રીલંકા ક્રિકેટ બોર્ડના નિવેદન અનુસાર સંરક્ષણ મંત્રાલયે આ રિપોર્ટ ની તપાસ કરી છે અને કોઈ પણ ગુપ્તચર એજન્સીએ આ પ્રકારના હુમલાની આશંકા વ્યક્ત કરી નથી. જોકે, પાકિસ્તાનના પ્રવાસે જનારી શ્રીલંકાની ટીમમાં તેના 10 મુખ્ય ખેલાડી નહીં હોય, કેમ કે તેમણે આતંકવાદી હુમલાના ડરે આ પ્રવાસે ન જવાનો નિર્ણય લીધો છે.
આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો
વર્ષ 2009માં શ્રીલંકા ટીમ પર પાકિસ્કાનમાં થયો હતો આતંકી હુમલો
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009માં શ્રીલંકાની ટીમ પર લાહોરમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 6 ખેલાડી ઘાયલ થયા હતા અને 6 પાકિસ્તાની પોલીસ કર્મચારીનાં મોત થયા હતા. આ હુમલા પછી પાકિસ્તાનની ટીમે ઘરેલુ મેદાન પર એક પણ ટેસ્ટ શ્રેણી રમી નથી.
ઇન્ડિયન સિક્સર કિંગ રોહિત શર્મા
Dec 13, 2019, 16:23 ISTકોહલી-રોહિત ટી20માં સૌથી વધુ રન કરનાર ખેલાડીઓમાં પહેલા ક્રમે
Dec 13, 2019, 15:42 ISTIPLની હરાજી માટે 332 પ્લેયર શૉર્ટલિસ્ટ: બે કરોડની બેઝ પ્રાઇસમાં એક પણ ભારતીય નહીં
Dec 13, 2019, 15:15 ISTસ્પોર્ટ્સ મંત્રાલયે પદ્મમ અવૉર્ડ માટે 9 નામ મોકલ્યાં, તમામ મહિલા
Dec 13, 2019, 15:06 IST