SLvNZ : શ્રીલંકાએ 6 વિકેટે ન્યુઝીલેન્ડને હરાવી પહેલી ટેસ્ટ જીતી, કરૂણારત્નેની સદી

Galle | Aug 18, 2019, 19:16 IST

શ્રીલંકાએ વર્લ્ડકપ રનર અપ ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હાર આપી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ લઈ લીધી છે. ન્યૂઝીલેન્ડે ટેસ્ટ મેચ જીતવા આપેલા 268 રનના લક્ષ્યાંકને શ્રીલંકાની ટીમે 86.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો.

SLvNZ : શ્રીલંકાએ 6 વિકેટે ન્યુઝીલેન્ડને હરાવી પહેલી ટેસ્ટ જીતી, કરૂણારત્નેની સદી
શ્રીલંકાએ પહેલી ટેસ્ટ મેચ 6 વિકેટે જીતી (PC : Sri Lanka Cricket)

Galle : શ્રીલંકા ક્રિકેટ ટીમે પોતાના ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે રમાઇ રહેલ ટેસ્ટ સીરિઝમાં પહેલી ટેસ્ટ જીતીને આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં શાનદાર શરૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકા ટીમે વર્લ્ડ કપમાં નિરાશાનજક પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકાએ વર્લ્ડકપ રનર અપ ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હાર આપી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ લઈ લીધી છે. ન્યૂઝીલેન્ડે ટેસ્ટ મેચ જીતવા આપેલા 268 રનના લક્ષ્યાંકને શ્રીલંકાની ટીમે 86.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્નેએ 122 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.


કરૂણારત્નેએ ફટકારી મહત્વપુર્ણ સદી
શ્રીલંકાએ પાંચમા દિવસે શનિવારે તેના સ્કોર 133/0થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ઓપનિંગ બેટ્સમેને કરૂણારત્ને અને લાહિરુ થિરિમાને પ્રથમ વિકેટ માટે 161 રનની પાર્ટનરશિપ કરી હતી. ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યૂઝે એક છેડો સંભાળી રાખ્યો હતો અને સામે છેડેથી યજમાન ટીમના કેપ્ટને ટેસ્ટ કરિયરની 9મી સદી ફટકારી હતી. જ્યારે ચોથી ઈનિંગમાં તે પ્રથમ વખત સદી ફટકારી શક્યો હતો.


આ પણ જુઓ : ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

ન્યુઝીલેન્ડે બીજી ઇનીંગમાં 285 રન કર્યા હતા
મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 249 રનમાં ઓલઆઉટ થઈ હતી. રોસ ટેલરે 86 રન ફટકાર્યા હતા. શ્રીલંકા તરથી અકિલા ધનંજયએ 5 અને સુરંગા લકમલે 4 વિકેટ લીધી હતી. ડિકવેલાના 61, મેથ્યુઝના  50 અને કુસલ મેન્ડીસના 53 રનની મદદથી શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં 267 રન બનાવી 18 રનની લીડ લીધી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે 5, ટ્રેન્ટ બોલ્ટે 2 તથા વિલિયમ સોમરવિલેએ 3 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડે બીજી ઈનિંગમાં વાટલિંગના 77 રનની મદદથી 285 રન બનાવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK