World Cup 2019 : ઇંગ્લેન્ડને 20 રને હરાવી શ્રીલંકાએ અપસેટ સર્જ્યો

London | Jun 21, 2019, 23:37 IST

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં મોટ અપસેટ સર્જાયો છે. નબળી ગણાતી શ્રીલંકાની ટીમે શાનદાર પ્રદર્શન કરતા ટાઇટલ માટે મજબુત દાવેદાર ગણાતી ઇંગ્લેન્ડની ટીમને માત આપી દીધી છે. ઇંગ્લેન્ડ સામે શ્રીલંકાનો 20 રને વિજય થયો છે.

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં મોટ અપસેટ સર્જાયો છે. નબળી ગણાતી શ્રીલંકાની ટીમે શાનદાર પ્રદર્શન કરતા ટાઇટલ માટે મજબુત દાવેદાર ગણાતી ઇંગ્લેન્ડની ટીમને માત આપી દીધી છે. ઇંગ્લેન્ડ સામે શ્રીલંકાનો 20 રને વિજય થયો છે. શ્રીલંકાએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઑવરમાં 9 વિકેટે 232 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની બેટિંગમાં મજબૂત ગણાતી ટીમ 47 ઑવરમાં 212 રને ઑલ આઉટ થઈ ગઈ હતી.


શ્રીલંકાને પહેલી બેટીંગ કરવાનો નિર્ણય મોંઘો પડ્યો હતો

આ પહેલા પ્રથમ બેટિંગનો નિર્ણય શ્રીલંકાને મોંઘો પડ્યો હતો અને તેણે 3 રનની અંદર જ પોતાના બંને ઑપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સમયાંતરે શ્રીલંકા વિકેટો ગુમાવતુ રહ્યું હતુ. જો કે એન્જેલો મેથ્યુસે એક છેડો જાળવી રાખીને લંકાને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું છે. શ્રીલંકા તરફથી એન્જેલો મેથ્યૂસે અણનમ 85 રન, અવિષ્કા ફર્નાન્ડોએ 49, કુશલ મેન્ડિસે 46 અને ધનંજય ડી સિલ્વાએ 29 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર અને માર્ક વૂડે 3-3 વિકેટ ખેરવી હતી. આ ઉપરાંત આદિલ રાશિદે 2 અને ક્રિસ વૉક્સે 1 વિેકેટ ઝડપી હતી.

Sri Lanka win


ઇંગ્લેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી

શ્રીલંકાએ આપેલા 233 રનનાં પડકારનો પીછો કરવા ઉતરેલા ઇંગ્લેન્ડની શરૂઆત પણ ખરાબ રહી હતી અને મલિંગાએ 1 રનનાં સ્કોર પર જોની બેયરસ્ટોને શૂન્ય રને પેવેલિયન મોકલ્યો હતો. ઇંગ્લેન્ડે 73 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે અણનમ 82 રન, જો રૂટે 57 અને ઇયોન મૉર્ગને 21 રન બનાવ્યા હતા. આ સિવાયનાં બેટ્સમેનો 20થી ઉપર રન બનાવી શક્યા નહોતા. શ્રીલંકા તરફથી શાનદાર બૉલિંગ કરવમાં આવી હતી. મલિંગાએ 4, ધનંજય ડી સિલ્વાએ 3, ઇસુરુ ઉદાનાએ 2 અને નુવાન પ્રદીપે 1 વિકેટ ઝડપી હતી.



વિશ્વ કપમાં બંને ટીમો 10વાર એક-બીજા સામે રમી ચુકી છે. આમાંથી 6 મેચોમાં ઇંગ્લેન્ડ અને 4 મેચોમાં શ્રીલંકાનો વિજય થયો છે. ઇંગ્લેન્ડમાં 31 મેચોમાંથી 13 મેચોમાં શ્રીલંકાએ જીત મેળવી છે અને 16માં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઈ અને એક મેચ અનિર્ણિત રહી છે. વન ડે રેકૉર્ડની વાત કરીએ તો બંને ટીમો 74 વાર એક-બીજા સામે રમી છે, જેમાં 36માં ઇંગ્લેન્ડ અને 34માં શ્રીલંકાનો વિજય થયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK