બે ટેસ્ટ સિરીઝની ગઈ કાલે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં યજમાન શ્રીલંકા માત્ર ૧૩૫ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. સ્પિનર ડોમ બેસના ૩૦ રનમાં પાંચ અને પેસબોલર સ્ટુઅર્ટ બ્રૉડના ૨૦ રનમાં ૩ વિકેટના તરખાટ સામે શ્રીલંકા ૪૬.૧ ઓવરમાં જ પૅવિલિયનભેગું થઈ ગયું હતું. જવાબમાં ઇંગ્લૅન્ડે બન્ને ઓપનરોને ગુમાવીને દિવસના અંતે બે વિકેટે ૧૨૭ રન બનાવી લીધા હતા.