સ્પોર્ટ્સ મંત્રાલયે પદ્મમ અવૉર્ડ માટે 9 નામ મોકલ્યાં, તમામ મહિલા

Updated: Dec 13, 2019, 15:14 IST | New Delhi

સ્પોર્ટ્સ મંત્રાલયે તાજેતરમાં પદ્‍મ અવૉર્ડ્‍સ માટે નવ પ્લેયરોનાં નામની ભલામણ કરી છે. નવાઈની વાત એ છે કે આ નવેનવ પ્લેયર મહિલાઓ છે અને આવું ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે કે ભલામણ થનારાં નામોમાં દરેકેદરેક પ્લેયર મહિલા હોય.

પદ્મ એવોર્ડ
પદ્મ એવોર્ડ

સ્પોર્ટ્સ મંત્રાલયે તાજેતરમાં પદ્‍મ અવૉર્ડ્‍સ માટે નવ પ્લેયરોનાં નામની ભલામણ કરી છે. નવાઈની વાત એ છે કે આ નવેનવ પ્લેયર મહિલાઓ છે અને આવું ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે કે ભલામણ થનારાં નામોમાં દરેકેદરેક પ્લેયર મહિલા હોય. નવ નામોમાં બૉક્સર એમ. સી. મૅરી કૉમનું નામ પદ્‍મ વિભૂષણ માટે અને બૅડ્મિન્ટન પ્લેયર પી. વી. સિન્ધુનું નામ પદ્‍મ ભૂષણ માટે રિકમેન્ડ કરાયું છે. ૨૦૧૭માં પી. વી. સિન્ધુના નામની આ અવૉર્ડ માટે ભલામણ કરાઈ હતી, પણ તેને આ અવૉર્ડ એનાયત કરાયો ન હતો. ૨૦૧૫માં તેને પદ્‍મશ્રી પ્રાપ્ત થયો હતો.

મૅરી કૉમ અને સિન્ધુ ઉપરાંત રેસલર વિનેશ ફોગાટ, ક્રિકેટર હરમનપ્રીત કૌર, હૉકી પ્લેયર રાની રામપાલ, શૂટર સુમા શિરુર, ટેબલ ટેનિસ પ્લેયર મનીકા બત્રા અને પર્વતારોહક જુડવા બહેનો તાશી અને નુંગશી મલિકનાં નામની ભલામણ પદ્‍મશ્રી અવૉર્ડ માટે કરવામાં આવી છે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ભલામણ કરાયેલા પ્લેયરોનાં નામ ગૃહ મંત્રાલયને મોકલી અપાયાં છે. અવૉર્ડ મેળવનારા પ્લેયરોનાં નામ ૨૫ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ જાહેર કરાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK