સ્પોર્ટ્સ અત્યારે મહત્વનું નથી, ચિંતા કરવા માટે અનેક વસ્તુઓ છે : નાસિર હુસેન

Published: Mar 26, 2020, 14:57 IST | Agencies | London

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેનનું કહેવું છે કે કોરોના વાઇરસને લીધે સર્જાયેલા ગંભીર વાતાવરણમાં સ્પોર્ટ્સ નકામી વસ્તુ બની ગઈ છે કેમ કે એના કરતાં વધુ અગત્યની વસ્તુઓ પર આપણે હાલમાં ધ્યાન આપવાની જરૂર છે.

નાસિર હુસેન
નાસિર હુસેન

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેનનું કહેવું છે કે કોરોના વાઇરસને લીધે સર્જાયેલા ગંભીર વાતાવરણમાં સ્પોર્ટ્સ નકામી વસ્તુ બની ગઈ છે કેમ કે એના કરતાં વધુ અગત્યની વસ્તુઓ પર આપણે હાલમાં ધ્યાન આપવાની જરૂર છે. કોરોનાને કારણે વિશ્વમાં અંદાજે ૧૮,૦૦૦થી વધારે લોકોના જીવનને અસર પહોંચી છે. એ દરમ્યાન તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ રદ અથવા તો મોકૂફ કરવામાં આવી છે. આ વિશે નાસિર હુસેને કહ્યું કે ‘એક મોટી યોજના ઘડતરમાં સ્વાભાવિક છે કે સ્પોર્ટ્સ એક નાનો હિસ્સો બની જાય છે. અત્યારના સમયમાં તો એનું કોઈ મહત્વ નથી, કારણ કે હાલના વાતાવરણમાં ચિંતા કરવા માટે અનેક વસ્તુઓ છે. જોકે સ્પોર્ટ્સ લોકોના જીવનમાં ઘણો મોટો ભાગ ભજવી રહી છે એ જોઈને ખુશી છે અને અમે ઇચ્છીએ છીએ કે એ જલદીથી પાટા પર ચડી જાય.’

કોરોનાનો રોગચાળો અત્યંત ગંભીર બન્યો એ પહેલાં કેટલીક મૅચ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવી હતી, પણ પછીથી એના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ વિશે વાત કરતાં હુસેને કહ્યું, ‘જો આપણે પ્રેક્ષકોને મનોરંજન માટે કંઈક આપી શકતા હોઈએ તો સારી વાત છે, પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે બધુ સંપૂર્ણપણે સુરક્ષિત હોય, કેમ કે જો એક પણ પ્લેયર આ રોગની ચપેટમાં આવી જાય તો બધા નિર્ણય પર ફરીથી તાળાં લાગી જાય.’

ઇંગ્લૅન્ડમાં પ્રોફેશનલ ક્રિકેટ પર ૨૮ મે સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વળી ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પણ સુરક્ષાનાં પગલાં લેતાં પોતાના દેશની ક્રિકેટ ટુર્નામેન્ટ પાછળ ઠેલાવી છે. જોકે આ સંદર્ભે હુસેને જણાવ્યું છે કે જ્યારે પણ ક્રિકેટ ફરી શરૂ થશે ત્યારે સૌથી પહેલાં અગત્યની સિરીઝ પર ધ્યાન અપાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK