આ મોટા ક્રિકેટરે અચાનક જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી

Published: 17th February, 2021 19:33 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સાઉથ આફ્રિકા ટીમના પૂર્વ કેપ્ટન ફૅફ ડુ પ્લેસિસ આજે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા છે. ફૅફ ડુ પ્લેસિસ આવનારા બે ટી-20 વર્લ્ડકપમાં રમવાની તૈયારી કરવા માંગે છે

ફૅફ ડુ પ્લેસિસ
ફૅફ ડુ પ્લેસિસ

સાઉથ આફ્રિકા ટીમના પૂર્વ કેપ્ટન ફૅફ ડુ પ્લેસિસ આજે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા છે. ફૅફ ડુ પ્લેસિસ આવનારા બે ટી-20 વર્લ્ડકપમાં રમવાની તૈયારી કરવા માંગે છે. સાઉથ આફ્રિકાની મીડિયા અનુસાર ફૅફ ડુ પ્લેસિસે આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનમાં પોતાની છેલ્લી ટેસ્ટ મૅચ રમ્યો છે. 36 વર્ષીયે 2012માં ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ એડિલેડ ઓવલમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું, જ્યા તેમણે બીજી ઈનિંગમાં 375 બોલમાં 110 રન બનાવ્યા હતા.

સાઉથ આફ્રિકાની ટીમ આ મહિનાની અંતમાં શરૂ થનારી ત્રણ મૅચની સીરીઝમાં ઑસ્ટ્રેલિયાનો સામને કરવાની હતી, પરંતુ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ કોવિડ-19 ચિંતાઓને કારણે અંતિમ ક્ષણે પ્રવાસ મુલતવી રાખ્યો હતો. આવી સ્થિતિમાં ફૅફ ડુ પ્લેસિસે પોતાના ટેસ્ટ કરિયરને અલવિદા કહીં દીધું છે. ફૅફ ડુ પ્લેસિસના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના સમાચારને સાઉથ આફ્રિકાના ન્યૂઝ પોર્ટલ ઈન્ડિપેન્ડન્ટ મીડિયા પર જાહેર કરવામાં આવ્યા છે.

ફૅફ ડુ પ્લેસિસે કહ્યું કે હું વાસ્તવમાં ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ આગામી ટેસ્ટ સીરીઝ સાથે સમાપ્ત થવાની ઈચ્છા રાખતો હતો. તેને લાગ્યું હશે કે આ બધું સંપૂર્ણ રીતે આવી ગયું છે. મારી પાસે દિમાગ અને દિલની સ્પષ્ટતા હતી અને ભલે જ અંત મારી કલ્પનાની જેમ નથી, તેમ છતાં સ્પષ્ટતા બાકી છે. 2012માં સાઉથ આફ્રિકાની ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કરનારા ફૅફ ડુ પ્લેસિસની વર્ષ 2016માં ટેસ્ટ કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

ફૅફ ડુ પ્લેસિસે એબી ડિવિલિયર્સ પાસેથી કેપ્ટનશિપ લીધી હતી, જે તેના સ્કૂલના મિત્ર છે. તે દક્ષિણ આફ્રિકાનો એકમાત્ર કેપ્ટન છે જેણે વર્ષ 2016માં ઑસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવ્યો હતો, જ્યારે 2018માં ઘરેલૂ સીરીઝમાં કાંગારૂ ટીમને માત આપી હતી. તેમણે 27 ટેસ્ટ મૅચોમાં કપ્તાની કરી હતી અને 17માં જીત મેળવી હતી. પરંતુ છેલ્લી કેટલીક ટેસ્ટ મૅચ તરીકે કેપ્ટન તેમની માટે સારા નહોતા રહ્યા, જેમાં ભારતનો પ્રવાસ પણ સામેલ હતો.

કેપ્ટન અને બેટ્સમેન તરીકે ફૅફ ડુ પ્લેસિસનો રેકોર્ડ છેલ્લા બે વર્ષમાં સારો રહ્યો નથી. આ જ કારણે તેમણે સંન્યાસની જાહેરાત કરી છે. 36 વર્ષીય ફૅફ ડુ પ્લેસિસે 69 ટેસ્ટ મૅચોની 118 ઈનિંગ્સમાં 40થી વધારેના સરેરાશથી 4163 રન બનાવ્યા છે, જેમાંથી 10 સદી અને 21 અડધી સધીનો સમાવેશ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો સૌથી વધુ સ્કોર 199 રન છે. તેણે પાંચ ઈનિંગ્સમાં બૉલિંગ કરી હતી, પરંતુ તેમા સફળતા મળી નહોતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK