Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બીજી ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન, પાકિસ્તાન 3 વિકેટે 145 રન

બીજી ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન, પાકિસ્તાન 3 વિકેટે 145 રન

05 February, 2021 11:35 AM IST | Rawalpindi

બીજી ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન, પાકિસ્તાન 3 વિકેટે 145 રન

બાબર આઝમ

બાબર આઝમ


ગઈ કાલે રાવલપિંડીમાં સાઉથ આફ્રિકા સામે શરૂ થયેલી બીજી ટેસ્ટમાં વરસાદે ૩૨ ઓવરની રમત ધોઈ નાખી હતી. પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં ૨૨ રનમાં ૩ વિકેટ સાથે ખૂબ ખરાબ શરૂઆત કરી હતી. ઇમરાન બટ (૧૫), આબિદ અલી (૬) અને અઝહર અલી (ઝીરો) સસ્તામાં આઉટ થયા બાદ કૅપ્ટન બાબર આઝમ (અણનમ ૭૭) અને જૂના જોગી ફવાદ આલમે (અણનમ ૪૨ રન) ચોથી વિકેટ માટે અણનમ ૧૨૩ રનની પાર્ટનર સાથે ટીમની વહારે આવ્યા હતા. સાઉથ આફ્રિકા વતી કેશવ મહારાજે બે અને ઍનરિચ નોકિયાએ એક વિકેટ લીધી હતી. દિવસ દરમ્યાન રમાયેલી કુલ ૫૮ ઓવરમાંથી કેશવ મહારાજે ૨૫ ઓવર કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2021 11:35 AM IST | Rawalpindi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK