Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બ્લૅક લાઇવ્સ મૅટર્સને ટેકો આપશે ક્રિકેટ સાઉથ આફ્રિકા

બ્લૅક લાઇવ્સ મૅટર્સને ટેકો આપશે ક્રિકેટ સાઉથ આફ્રિકા

11 July, 2020 03:41 PM IST | Johannesburg
Agencies

બ્લૅક લાઇવ્સ મૅટર્સને ટેકો આપશે ક્રિકેટ સાઉથ આફ્રિકા

બ્લૅક લાઇવ્સ મૅટર્સને ટેકો આપશે ક્રિકેટ સાઉથ આફ્રિકા


સમગ્ર વિશ્વમાં ગાજેલી બ્લૅક લાઇવ્સ મૅટર્સ નામની પહેલને હવે ક્રિકેટ સાઉથ આફ્રિકા પણ પોતાનો ટેકો આપશે. આ પહેલાં આ કૅમ્પેનને વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરોએ ટેકો આપ્યો હતો. ક્રિકેટ સાઉથ આફ્રિકાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જૅક કૅલિસે કહ્યું કે બ્લૅક લાઇવ્સ મૅટર્સ. આ ઘણું સરળ છે. દેશની સ્પોર્ટિંગ બૉડી સાથે અંદાજે ૫૬૦ લાખ લોકો જોડાયેલા છે. એવામાં આ અતિમહત્ત્વપૂર્ણ પહેલને સાંભળવાની અને એને ટેકો આપવાની અમે તૈયારી બતાવીએ છીએ. ૧૮ જુલાઈએ નેલ્સન મંડેલા ઇન્ટરનૅશનલ ડે નિમિત્તે ક્રિકેટ સાઉથ આફ્રિકા આ પહેલને પોતાનો ટેકો વધુ મજબૂત કરશે. આ કૅમ્પેનને પોતાનો ટેકો આપીને દરેક પ્રકારની હિંસા સામે અમે અમારો આક્રોશ વ્યક્ત કરીશું. માત્ર અમારા ઑર્ગેનાઇઝેશન માટે નહીં, સમાજ માટે પણ આ ઘણું અગત્યનું છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2020 03:41 PM IST | Johannesburg | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK