સાઉથ આફ્રિકા ટેસ્ટમાં નંબર વન

Published: 21st August, 2012 05:29 IST

ઇંગ્લૅન્ડને દિલધડક ટેસ્ટમાં ૫૧ રનથી હરાવીને સિરીઝ ૨-૦થી જીતી લીધી : ફિલૅન્ડર મૅન ઑફ ધ મૅચ

લૉર્ડ્સ: કેવિન પીટરસનની હકાલપટ્ટી કરીને સાઉથ આફ્રિકા સામે નિર્ણાયક ટેસ્ટમૅચ રમવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમે ગઈ કાલે ટેસ્ટમાં ભારત પાસેથી મળેલી નંબર વનની રૅન્ક એક જ વર્ષમાં ગુમાવી દીધી હતી. ગઈ કાલે ગ્રેમ સ્મિથ ઍન્ડ કંપનીએ ત્રીજી ટેસ્ટ ૫૧ રનથી જીતીને સિરીઝ જીતવાની સાથે નંબર વનની રૅન્ક હાંસલ કરી હતી.

ઇંગ્લૅન્ડે ૩૪૬ રનના ટાર્ગેટ પછી સાઉથ આફ્રિકનોને ગઈ કાલના છેલ્લા દિવસે ભારે લડત આપી હતી. જોનથન ટ્રૉટે ૬૩ રન, જૉની બૅરસ્ટોએ ૫૪ રન, મૅટ પ્રાયરે ૭૩ રન, સ્ટુઅર્ટ બ્રૉડે ૩૭ રન અને ગ્રેમ સ્વૉને ૪૧ રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ તેઓ હાર નિવારી નહોતા શક્યા. મૅન ઑફ ધ મૅચ વનોર્ન ફિલૅન્ડરે ૩૦ રનમાં પાંચ વિકેટ લીધી હતી. ડેલ સ્ટેન, જૅક કૅલિસ અને ઇમરાન તાહિરે એક-એક વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડ ૨૯૪ રનના ટોટલ પર ઑલઆઉટ થઈ ગયું હતું. હાશિમ અમલા અને મૅટ પ્રાયરને સંયુક્ત રીતે મેન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ મળ્યો હતો.

સાઉથ આફ્રિકા ત્રણેયમાં નંબર વન થવાની તૈયારીમાં

સાઉથ આફ્રિકા ઇતિહાસમાં પહેલી વાર ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં પ્રભુત્વ જમાવવાની તૈયારીમાં છે. આ ટીમ વ્૨૦માં નંબર વન છે અને ગઈ કાલે ટેસ્ટમાં મોખરે થઈ હતી. અત્યારે વન-ડેમાં આ ટીમ નંબર ટૂ છે, પરંતુ જો ઇંગ્લૅન્ડ સામેની આગામી વન-ડે સિરીઝની પ્રથમ મૅચમાં આફ્રિકનો જીતશે તો એમાં પણ તેઓ ઇંગ્લૅન્ડને નંબર વન પરથી હટાવી દેશે. પ્રથમ વન-ડે શુક્રવારે રમાશે.

બે ટીમને ટેસ્ટના સિંહાસન પર પહોંચાડનાર કર્સ્ટન પ્રથમ કોચ

ગૅરી કર્સ્ટન બે દેશની ટીમને ટેસ્ટમાં વર્લ્ડ નંબર વનના શિખર સુધી પહોંચાડનાર પ્રથમ કોચ છે. પહેલાં તેમણે ભારતીય ટીમને અને ગઈ કાલે સાઉથ આફ્રિકાને આ સિદ્ધિ અપાવી હતી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK