Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આફ્રિકાનો સ્ટાર બોલર ડેલ સ્ટેન હવે બિગ બેશ લીગમાં જોવા મળશે

આફ્રિકાનો સ્ટાર બોલર ડેલ સ્ટેન હવે બિગ બેશ લીગમાં જોવા મળશે

09 October, 2019 03:40 PM IST | Melbourne

આફ્રિકાનો સ્ટાર બોલર ડેલ સ્ટેન હવે બિગ બેશ લીગમાં જોવા મળશે

ડેલ સ્ટેન હવે બિગ બેશ લીગમાં રમશે

ડેલ સ્ટેન હવે બિગ બેશ લીગમાં રમશે


Melbourne : સાઉથ આફ્રિકાના દિગ્ગજ બોલરે ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હોય પણ તે ક્રિકેટના મેદાન પર જોવા મળશે. મળી રહેલ સમાચાર પ્રમાણે મેલબોર્ન સ્ટાર્સે બિગ બેશ લીગની આગામી સીઝન માટે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેનનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. સ્ટેન અત્યારના કરાર અનુસાર પહેલી 6 મેચમાં સ્ટાર્સ માટે રમશે. જો દક્ષિણ આફ્રિકાની ટીમ ઇંગ્લેન્ડ સામેની હોમ સીરિઝ માટે તેની પસંદગી ન કરે તો સ્ટેન પાસે સ્ટાર્સ માટે આખી સીઝન રમવાનો વિકલ્પ છે.

આ પણ જુઓ : રાધિકા મર્ચન્ટ નીતા અને મુકેશ અંબાણી સાથે વરલીના NBA ગેમ્સમાં જોવા મળ્યા

ઓગસ્ટમાં જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું
સાઉથ આફ્રિકાના સ્ટાર બોલર 36 વર્ષીય સ્ટેને ઓગસ્ટમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. સ્ટેને કહ્યું કે, "દેશ માટે રમવું હંમેશા મારી પ્રાથમિકતા રહી છે. પરંતુ જો મારુ ચયન ન થાય તો હું દ. આફ્રિકામાં બેસીને સમય બરબાદ કરવા માંગતો નથી, તેથી મારી પાસે પાછું ઓસ્ટ્રેલિયા જઈને સ્ટાર્સ માટે રમવાનો વિકલ્પ રહેશે."


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2019 03:40 PM IST | Melbourne

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK