World Cup 2019 : અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 10 રને હરાવી આફ્રિકાએ જીત સાથે વિદાય લીધી

Manchester | Jul 07, 2019, 12:59 IST

વર્લ્ડ કપ 2019 માં લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની અંતિમ મેચ હારી ગયું છે. ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયેલી સાઉથ આફ્રિકાની ટીમે શાદનાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને 10 રને હરાવી દીધું હતું. ટૂર્નામેન્ટમાં 27 વર્ષ પછી સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

World Cup 2019 : અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 10 રને હરાવી આફ્રિકાએ જીત સાથે વિદાય લીધી
સા. આફ્રિકાએ 10 રને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

Manchester : ICC વર્લ્ડ કપ 2019 માં લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની અંતિમ મેચ હારી ગયું છે. ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયેલી સાઉથ આફ્રિકાની ટીમે શાદનાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને 10 રને હરાવી દીધું હતું. આ ટૂર્નામેન્ટમાં 27 વર્ષ પછી સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહ્યું છે. આ પહેલા 1992માં ઓસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકા જીત્યું હતું. દક્ષિણ આફ્રિકાએ આ વર્લ્ડ કપમાં તેની સફર જીત સાથે પૂર્ણ કરી છે. આ ટૂર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાની માત્ર ત્રીજી જીત હતી.

વર્લ્ડ કપ 2019માં ઓસ્ટ્રેલિયાની આ બીજી હાર હતી. આ પહેલા ટીમ ઇન્ડિયાએ અને લીગની અંતિમ મેચમાં સાઉથ આફ્રિકાએ હરાવ્યું હતું. આ હાર બાદ ઓસ્ટ્રેલિયા પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર આવી ગયું છે. પોઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર ટીમ ઇન્ડિયા છે, જે ઓસ્ટ્રેલિયાને પણ હરાવી ચુક્યું છે. ભારતે શનિવારે જ શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું હતું. ત્યારે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો 11 જુલાઇએ બર્મિંધમમાં ઇગ્લેન્ડ સાથે થશે. તો બીજી તરફ ભારતીય ટીમ 9 જુલાઇએ મેનચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે.

સા. આફ્રિકાએ પહેલા બેટીંગ કરતા 325 રનનો જંગી જુમલો ખડો કર્યો
વર્લ્ડ કપ 2019માં લીગની અંતિમ મેચમાં સાઉથ આફ્રિકાએ પહેલા બેટિંગ કરી 50 ઓવરમાં 6 વિકેટ પર 325 રન બનાવ્યા હતા. તેના માટે કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 100 અને રસી વાન ડર ડુસેને 95 રનની ભાગીદારી કરી હતી. લક્ષ્યની પાછડ દોડી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 49.5 ઓવરમાં 315 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ડેવિડ વોર્નરે 122 રન બનાવ્યા હતા.

ડેવિડ વોર્નરની આ વર્લ્ડ કપમાં ત્રીજી સદી
ડેવિડ વોર્નરે આ વર્લ્ડ કપમાં ત્રીજી અને કરિયરની 17મી સદી ફટકારી છે. તે 122 રન બનાવી આઉટ થયો હતો. વોર્નરે છઠ્ઠી વખત 50+ રનનો સ્કોર કર્યો છે. તેણે એલેક્સ કેરીની સાથે 5મી વિકેટ માટે 108 રનની ભાગીદારી કરી હતી. કેરી 85 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

ઇમરાન તાહિર અને ડુમિનીની છેલ્લી વનડે
ઇમરાન તાહિર અને ડેપી ડુમિનીએ વનડે ક્રિકેટથી સંન્યાસ લીધો છે. તાહિર આ વર્લ્ડ કપમાં 9 મેચ રમ્યો છે. તેણે 11 વિકેડ લીધી છે. તે ક્રિસ મોરિસ બાદ ટીમનો બીજો સૌથી સફળ બોલર બન્યો છે. તાહિરે 106 વનડેમાં 172 વિકેટ લીધી છે. બીજી તરફ ડપી ડુમિનીએ આ મેચમાં 14 રન બનાવ્યા. તેણે એક કેચ પણ કર્યો હતો. ડુમિનીએ આ વર્લ્ડ કપમાં ત્રણ મેચમાં 59 રન બનાવ્યા અને એક વિકેટ લીધી છે. તેણે દક્ષિણ આફ્રિકા માટે 198 વનડેમાં 5103 રન બનાવ્યા છે. ડુમિનીએ 59 વિકેટ પણ લીધી છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

ડીકોકે આ વર્લ્ડ કપમાં તેની ત્રીજી અર્ધસદી ફટકારી
ફાફ ડુપ્લેસિસે આ વર્લ્ડ કપમાં પહેલી સદી ફટકારી છે. ડુપ્લેસિસે ત્રીજી વિકેટ માટે ડુસેનની સાથે 151 રનની ભાગીદારી કરી હતી. પોતાની છેલ્લી વનડે રમી રહેલા જેપી ડુમિની 14 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ પહેલા ક્વિન્ટન ડીકોકે આ વર્લ્ડ કપમાં તેની ત્રીજી અર્ધસદી ફટકારી છે. તે 52 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. એડન માર્કરામ 34 રન બનાવી આઉટ થયો. તેને નાથન લિયોને એલેક્સ કેરીના હાથે સ્ટંપ આઉટ કરાવ્યો. માર્કરામ અને ડીકોકે પ્રથમ વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK