અંબાતી રાયડુને આ લોકો ટીમમાં સામેલ કરવા માંગતા ન હતા

Published: Jul 03, 2019, 23:13 IST | London

ટીમમાં શિખર ધવન બાદ વિજય શંકર ઇજાગ્રસ્ત થતાં તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન મળતા લોકો ચોકી ઉઠ્યા હતા. કારણ કે વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ જાહેરાત કરી હતી તેમાં અંબાતી રાયડૂને રિઝર્વ બેટ્સમેનના રૂપમાં પસંદ કર્યોં હતો.

અંબાતી રાયુડુ
અંબાતી રાયુડુ

London : વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયામાં સમાવેશ ન થતાં અંબાતી રાયડુ નિરાશ થયો હતો. તેમ છતાં તેણે આશા છોડી ન હતી. પરંતુ ટીમમાં શિખર ધવન બાદ વિજય શંકર ઇજાગ્રસ્ત થતાં તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન મળતા લોકો ચોકી ઉઠ્યા હતા. કારણ કે વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ જાહેરાત કરી હતી તેમાં અંબાતી રાયડૂને રિઝર્વ બેટ્સમેનના રૂપમાં પસંદ કર્યોં હતો. પણ તેના સ્થાને મયંક અગ્રવાલને ટૂર્નામેન્ટ રમવા માટે ઈંગ્લેન્ડ બોલાવવામાં આવતા પસંદગીકારો પર અનેક પ્રશ્નો ઉઠ્યા હતા.

મયંકને ટીમમાં લેવાનો નિર્ણય ટીમ મેનેજમેન્ટનો છે
સૂત્રએ જણાવ્યું કે
, રાયડૂની જગ્યાએ મંયકને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય પાંચ સભ્યોની પસંદગી સમિતિએ નહીં ટીમ મેનેજમેન્ટે લીધો. સૂત્રએ કહ્યું, 'ટીમ મેનેજમેન્ટે સાફ કહ્યું કે, તે ઈજાગ્રસ્ત શંકરની જગ્યાએ મયંકને ટીમમાં સામેલ કરવા ઈચ્છે છે. પસંદગીકારોએ તેના પર ચર્ચા કરવાનો કોઈ સવાલ ન હતો.'

મયંકનું ઇન્ડિયા
A માં આવું રહ્યું હતું પ્રદર્શન
સૂત્રએ કહ્યું, 'જો તમે '' ટીમ માટે રમાયેલી વનડે સિરીઝમાં મયંકનો રેકોર્ડ જુઓ તો તેણે ચાર ઈનિંગમાં બે સદી સાથે 287 રન બનાવ્યા. લેસ્ટશાયર વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં તમે તેના 151 રનને ન ભૂલી શકો. તે સિરીઝ પણ જૂન અને જુલાઈમાં રમાઇ હતી. સામાન્ય ધારણા રહી છે કે તે બહુમુખી છે અને કોઈપણ પરિસ્થિતિમાં અનુકૂળ થઈ શકે.' ભારતીય ટીમ શનિવારે શ્રીલંકાનો સામનો કરશે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

મયંક અગ્રવાલના
ઈન્ડિયા A ના દમદાર પ્રદર્શને અપાવી વર્લ્ડ કપની ટિકિટ
મળી રહેલી માહિતી પ્રમાણે એવું માનવામાં આવી રહ્યું છે કે, ઓપનિંગ બેટ્સમેન મયંકને ટીમમાં સામેલ થવાથી લોકેશ રાહુલને બીજીવાર મધ્યમક્રમમાં મોકલી શકાય છે જેથી ટીમનું સંતુલન સારૂ થશે. પરંતુ સૂત્રોએ જણાવ્યું કે, ઈન્ડિયા-એ માટે મયંકના દમદાર પ્રદર્શને તેને વિશ્વકપની ટિકિટ અપાવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK