સચિન તેન્ડુલકરના પ્રશ્નનો જવાબ આપતાં સૌરવ ગાંગુલીએ કહ્યું...

Published: May 14, 2020, 11:57 IST | Agencies | New Delhi

બે નવા બૉલથી આપણે વધુ ૪૦૦૦ રન કરી શક્યા હોત

સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ ટીમની સફળ જોડીમાંની એક સૌરવ ગાંગુલી અને સચિન તેન્ડુલકરની છે. તેમણે ૧૭૬ મૅચમાં ઓપનિંગ પાર્ટનરશિપ કરી કુલ ૮૨૨૭ રન બનાવ્યા છે. જોકે ગાંગુલીનું આ બાબતે સચિનને કહેવું છે કે બે નવા બૉલથી આપણે વધારે ૪૦૦૦ રન કરી શક્યા હોત. આઇસીસી દ્વારા જણાવ્યું હતું કે આ ઓપનિંગ જોડીની સામે બીજી કોઈ પણ ઓપનિંગ જોડી ૬૦૦૦ રનનો આંકડો પણ પાર કરી શકી નથી. આઇસીસીની આ ટ્વીટની જાણ જેવી સચિને થઈ એવી તરત જ તેણે ટ્વીટ કરીને ગાંગુલીને કહ્યું કે ‘દાદી, આ વાતે આપણને કેટલીક સારી યાદો પાછી યાદ અપાવી. તને શું લાગે છે આપણે રિંગની બહાર ચાર ફીલ્ડર અને બે નવા બૉલથી કેટલા રન વધારે કરી શક્યા હોત?’

સચિને કરેલા આ પ્રશ્નના જવાબમાં ગાંગુલીએ કહ્યું, ‘વધુ ૪૦૦૦ રન, બે નવા બૉલથી. વાહ... પહેલી જ ઓવરમાં બાઉન્ડરી પરથી કવર ડ્રાઇવ મારવાની મજા જ આવી જાય.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK