ટીમ ઇન્ડિયાની હાર બાદ વિરાટ કોહલીની આગેવાની પર સૌરવ ગાંગુલીએ ઉઠાવ્યા સવાલો

Published: Jul 10, 2019, 23:57 IST | Manchester

ભારતી હાર બાદ વિરાટ કોહલીની આગેવીની હેઠળ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સવાલ ઉઠાવનારમાં ભારતના દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ સામેલ છે.

Manchester : વર્લ્ડ કપ 2019માં ન્યુઝીલેન્ડે 18 રને ભારતીય ટીમને હરાવીને સતત બીજીવાર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારે ભારતી હાર બાદ વિરાટ કોહલીની આગેવીની હેઠળ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સવાલ ઉઠાવનારમાં ભારતના દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ સામેલ છે. આ બંન્નેએ મેચ બાદ જણાવ્યું કે, વિરાટ કોહલીએ ક્યાં ભૂલ કરી અને તેનો ક્યો નિર્ણય ભારત પર ભારે પડ્યો હતો. 

સૌરવ ગાંગુલીએ સ્ટાર સ્પોર્ટ્સે કહ્યું કે, ભારતે આ મેચમાં ખરાબ શરૂઆત કરી હતી. તેણે શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ તકે દિનેશ કાર્તિકને ધોની પહેલા મોકલવાનો નિર્ણય યોગ્ય નહતો. સૌરવે કહ્યું, 'કાર્તિક એવો ખેલાડી નથી, જેને 40 ઓવરની બેટિંગ કરવાની જવાબદારી આપવામાં આવે. તે બાદમાં આવ્યો હોત તો સારૂ હોત. બીજીતરફ ધોની હંમેશા ધીમી શરૂઆત કરે છે. તે ક્રીઝ પર સમય પસાર કરે છે. તેવામાં સારૂ હોત કે ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ ધોનીને બેટિંગ કરવા માટે મોકલવાની જરૂર હતી.'

સૌરવ ગાંગુલીએ કહ્યું, સારૂ હોત ધોનીને પ્રથમ બેટિંગ કરવા આવ્યો હોત. ત્યારબાદ કાર્તિક અને હાર્દિકે આવવાની જરૂર હતી, જેથી ભારતની પાસે જીતની વધુ તક હોત. પંડ્યા અને કાર્તિક ઈનિંગના બીજા ભાગમાં સારૂ પ્રદર્શન કરે છે. મારૂ માનવું છે કે જો તે બાદમાં આવ્યા હોત તો સારૂ પ્રદર્શન કરી શક્યા હોત.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

ધોનીને પહેલા મેદાન પર આવવાની જરૂર હતી
: લક્ષ્મણ
લક્ષ્મણે કહ્યું કે, ધોનીએ પહેલા બેટિંગ કરવા આવવાની જરૂર હતી. તેણે કહ્યું કે, ધોની પહેલા બેટિંગ કરવા આવ્યો હોત તો પોતાના હિસાબથી રમત રમી શક્યો હોત. તેને રમતની સારી સમજ છે. બાદમાં તેનો સાથ આપવા માટે કાર્તિક અને પંડ્યા પણ હોત. તેથી ભારતનું કામ સરળ બની શકતું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK