સોફી ડિવાઇન બની ન્યુ ઝીલૅન્ડ ટીમની કૅપ્ટન

Published: 10th July, 2020 23:55 IST | Agencies | Mumbai Desk

વાઇટ ફૅર્ન્સની કપ્તાની વખતે સોફીએ બજાવેલી જવાબદારીને લીધે તેને આ પદ માટે પસંદ કરવામાં આવી છે. ૨૦૨૧માં ન્યુ ઝીલૅન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ માટે એમીનું ટીમમાં હોવું ખૂબ જરૂરી છે.

સોફી ડિવાઇન
સોફી ડિવાઇન

ન્યુ ઝીલૅન્ડે તાજેતરમાં જણાવ્યું છે કે ન્યુ ઝીલૅન્ડ મહિલા ક્રિકેટ ટીમની પર્મનેન્ટ કૅપ્ટન તરીકે સોફી ડિવાઇનને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે વાઇસ કૅપ્ટન તરીકે મૅટરનિટી લીવમાંથી પાછી ફરેલી એમી સટ્ટરવેઇટને પસંદ કરવામાં આવી છે. વાઇટ ફૅર્ન્સની કપ્તાની વખતે સોફીએ બજાવેલી જવાબદારીને લીધે તેને આ પદ માટે પસંદ કરવામાં આવી છે. ૨૦૨૧માં ન્યુ ઝીલૅન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ માટે એમીનું ટીમમાં હોવું ખૂબ જરૂરી છે. આ વિશે સોફીએ કહ્યું કે ‘મારા માટે આ ઘણી મોટી જવાબદારી છે અને હું એ જવાબદારી સ્વીકારવા માટે ગર્વ અનુભવું છું. વાઇટ ફૅર્ન્સની કૅપ્ટન્સી મારા માટે સન્માનની વાત હતી. છેલ્લા કેટલાક સમયથી ટીમને લીડ કરવાની જવાબદારી મને ગમી રહી છે. જોકે એ જ સમયે ઇચ્છિત પરિણામ મેળવવાં ચૅલેન્જિંગ છે. એમ છતાં હું એક ટીમ સાથે યોગ્ય દિશામાં આગળ વધી રહી છું. એમી સાથે મળીને કામ કરવાનું મને ગમશે. એમીનું મગજ ક્રિકેટમાં બહુ ચાલે છે અને તેના જેવી એક પ્રબળ પાર્ટનર લીડ કરવા માટે મળી છે જેની મને ખુશી છે.
સામા પક્ષે એમીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પોતાનું કમબૅક જબરદસ્ત કરવાની આશા વ્યક્ત કરી છે અને સાથે-સાથે સોફીને તેમ જ ટીમને પોતાનું પીઠબળ આપવાનું આશ્વાસન આપ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK