​વુમન્સ ટી૨૦ ટ્રાઇ સિરીઝ: ઑસ્ટ્રેલિયા સામે 7 વિકેટે જીત્યું ભારત

Published: Feb 09, 2020, 09:01 IST | Melbourne

ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી વુમન્સ ટી૨૦ ટ્રાઇ સિરીઝમાં ગઈ કાલે ઇન્ડિયાએ ઑસ્ટ્રેલિયાને ૭ વિકેટે મહાત આપી હતી.

સ્મૃતિ મંધના
સ્મૃતિ મંધના

ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી વુમન્સ ટી૨૦ ટ્રાઇ સિરીઝમાં ગઈ કાલે ઇન્ડિયાએ ઑસ્ટ્રેલિયાને ૭ વિકેટે મહાત આપી હતી. ઑસ્ટ્રેલિયન પ્લેયર એશલીગ ગાર્ડનરને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી.

ઇન્ડિયન ટીમે ટૉસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ઑસ્ટ્રેલિયાએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૩ રન બનાવ્યા હતા. પહેલી જ ઓવરમાં પહેલી વિકેટ ગુમાવી ચૂક્યા બાદ વનડાઉન આવેલી એશલીગ ગાર્ડનરે વન-સાઇડેડ ૯૩ રનની ઇનિંગ રમીને ટીમના સ્કોરને ૧૫૦ રને પહોંચાડ્યો હતો. દીપ્તિ શર્મા સૌથી વધારે બે વિકેટ લેવામાં સફળ રહી હતી.

બીજી ઇનિંગમાં રમવા આવેલી ઇન્ડિયન ટીમે પહેલી વિકેટ માટે ૮૫ રનની ભાગીદારી કરી હતી. ઓપનર શેફાલી વર્મા હાફ સેન્ચુરીથી એક રન ચૂકી ગઈ હતી, જ્યારે સ્મૃતિ મંધાના ૫૫ રને આઉટ થઈ હતી. ટીમ ઇન્ડિયાએ સરળતાથી ૧૯.૪ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૭૭ બનાવીને મૅચ જીતી લીધી હતી. આ પહેલાં ઇંગ્લૅન્ડ સામેની ટી૨૦ મૅચ ઇન્ડિયાએ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સિરીઝની ફાઇનલ મૅચ ૧૨ ફેબ્રુઆરીએ રમાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK