સાઉથ આફ્રિકાના ડિરેક્ટર ઑફ ક્રિકેટ ગ્રેમ સ્મિથને આશા છે કે જો કોરોનાનો કેર કાબૂમાં રહ્યો તો આવતા વર્ષે ઑસ્ટ્રેલિયા સાથે સાઉથ આફ્રિકાની યોજાનારી ટેસ્ટ સિરીઝ દરમ્યાન સ્ટેડિયમમાં પ્રવેશવાની દર્શકોને અનુમતિ આપવામાં આવી શકે છે. ૨૦૧૮માં થયેલા બૉલ-ટેમ્પરિંગના વિવાદ બાદ ઑસ્ટ્રેલિયાની આ પહેલી સાઉથ આફ્રિકન ટૂર હશે.
આ સંદર્ભે વાત કરતાં ગ્રેમ સ્મિથે કહ્યું કે ‘ઑસ્ટ્રેલિયન સિરીઝની જ્યાં સુધી વાત છે તો જો કોરોનાનો કેર કાબૂમાં રહ્યો તો સ્ટેડિયમમાં દર્શકો જોવા મળી શકે છે. આમ કરવાથી ક્રિકેટમાં ઘણી રોચકતા ઉમેરાશે.’
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારા આ પ્રવાસનું શેડ્યુલ હજી નક્કી નથી કરાયું. વળી બૉલ-ટેમ્પરિંગ બાદ કાંગારૂ ટીમનો આ સાઉથ આફ્રિકાનો પહેલો પ્રવાસ હોવાથી દર્શકોનું વર્તન મહેમાન ટીમ પ્રત્યે કેવું રહેશે એ પણ સાઉથ આફ્રિકા માટે ચિંતાનો વિષય છે. આ સંદર્ભે ગ્રેમ સ્મિથે કહ્યું કે ‘તમે તમારી ક્ષમતા મુજબ ક્રાઉડને કન્ટ્રોલમાં રાખી શકો છો. વિશ્વમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં ચાહકો દ્વારા ક્યાંય બોલાચાલી ન થતી હોય. કદાચ રમતમાં વિરોધી ટીમ સામેની દર્શકોની આ સર્વોચ્ચ કક્ષા હશે. અમે અમારા તરફથી પૂરતા પ્રયત્ન કરીશું. મારા ખ્યાલથી સાઉથ આફ્રિકાનો ચાહક વર્ગ નસીબદાર છે કે તેને ઑસ્ટ્રેલિયા જેવી દમદાર ટીમ સામે મુકાબલો જોવા મળી રહેશે.’
ગાબામાં ટીમ ઇન્ડિયા જીતી નથી,ઑસ્ટ્રેલિયા ૩૨ વર્ષથી ટેસ્ટ હારી નથી
15th January, 2021 10:46 ISTઍન્ડી મરે કોરોના-પૉઝિટિવ થતાં ઑસ્ટ્રેલિયન ઓપન માટે ડાઉટફુલ
15th January, 2021 10:38 ISTનામ જ નહીં, કામ પણ મોહમ્મદ અઝહરુદીન જેવું
15th January, 2021 10:32 ISTશ્રીલંકા માત્ર ૧૩૫ રનમાં ઑલઆઉટ, ઇંગ્લૅન્ડે ૧ વિકેટે ૧૨૭ રન બનાવ્યા
15th January, 2021 10:27 IST