Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્મિથ અને વૉર્નરને લીધે ઑસ્ટ્રેલિયાની ટૂર વધારે ચૅલેન્જિંગ :રોહિત શર્મા

સ્મિથ અને વૉર્નરને લીધે ઑસ્ટ્રેલિયાની ટૂર વધારે ચૅલેન્જિંગ :રોહિત શર્મા

24 April, 2020 02:47 PM IST | Mumbai Desk

સ્મિથ અને વૉર્નરને લીધે ઑસ્ટ્રેલિયાની ટૂર વધારે ચૅલેન્જિંગ :રોહિત શર્મા

રોહિત શર્મા

રોહિત શર્મા


મુંબઈ : (આઇ.એ.એન.એસ.) ઇન્ડિયન ક્રિકેટ ટીમના વાઇસ કૅપ્ટન રોહિત શર્માનું કહેવું છે કે ડેવિડ વૉર્નર અને સ્ટીવન સ્મિથની હાજરીને લીધે વર્ષના અંતે યોજાનારી ઑસ્ટ્રેલિયાની ટૂર વધારે ચૅલેન્જિંગ બનશે. ૨૦૧૮-’૧૯માં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતે ઑસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો, પણ એ વખતની ટેસ્ટ સિરીઝમાં ઑસ્ટ્રેલિયન ટીમમાં આ બન્ને દિગ્ગજ પ્લેયરો એક વર્ષનો પ્રતિબંધ હોવાને કારણે નહોતા રમી શક્યા. આ વિશે રોહિતનું કહેવું છે કે ‘ન્યુ ઝીલૅન્ડ સિરીઝ બાદ હું હવે આગળ વધવા માગું છું. એ વખતે ખોટા સમયે મને ઇન્જરી થઈ હતી જેને કારણે રમી નહોતો શક્યો. ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મૅચ રમવા હું ઘણો આતુર છું. ઑસ્ટ્રેલિયામાં તેમના બે ઘાતક પ્લેયરો હોવાથી આ સિરીઝ વધારે રોચક બનશે. હાલની પરિસ્થિતિ પર જો આપણે કાબૂ મેળવી લઈએ અને આ સિરીઝ રમાય તો એ ક્રિકેટ માટે ઘણી સારી વાત કહેવાશે.’
રોહિત શર્માને ટેસ્ટ મૅચમાં પણ ઓપનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને એ માટે તે છેલ્લાં કેટલાંક વર્ષથી તૈયારી પણ કરી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2020 02:47 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK