સ્લોવેકિયાની ટેનિસ ખેલાડી પર ૧૨ વર્ષનો પ્રતિબંધ

Published: 3rd January, 2021 15:48 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

૪૦ હજાર ડૉલરનો દંડ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મૅચ ફિક્સિંગના કારણસર સ્લોવેકિયાની મહિલા ટેનિસ ખેલાડી ડગમારા બાસ્કોવા પર ટેનિસ ઇન્ટિગ્રિટી યુનિટે ૧૨ વર્ષનો પ્રતિબંધ અને ૪૦ હજાર ડૉલરનો દંડ ફટકાર્યો છે. સિંગલ્સમાં ૧૧૧૭ અને ડબલ્સમાં ૭૭૭ની રૅન્કિંગ્સ ધરાવતી ડગમારાએ ૨૦૧૭માં પાંચેક મૅચમાં ફિક્સિંગ કર્યાનું ટેનિસ ઇન્ટિગ્રિટી યુનિટને તપાસમાં જણાયું હતું અને ડગમારાઅે પણ તેના પરના આરોપનો સ્વીકાર કરી લીધો હતો. સુનાવણી દરમ્યાન તેના પરનો દંડ ઓછો કરીને આવ્યો હતો અને તેને ૯૦ દિવસની અંતર ૧૦૦૦ ડૉલર ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK