ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રિકા પર દબદબો

મુંબઈ | Oct 12, 2019, 12:36 IST

ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી સિરીઝ પર કબજો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

ઇન્ટરનૅશન લેવલ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ખૂબ સારો દેખાવ કરી રહી છે. સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ભારતે ૨-૦થી લીડ લઈને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ભારત આવેલી સાઉથ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ સામે બીજી વન-ડેમાં ભારતીય મહિલા ટીમે ટૉસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સાઉથ આફ્રિકાની ટીમ ૫૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૪૭ રન કરી શકી હતી. શિખા પાંડે, એકતા બિશ્ત અને પૂનમે યાદવ પ્રત્યેકે બે-બે વિકેટ લીધી હતી. 

યજમાન ટીમે આપેલા ટાર્ગેટને પ્રાપ્ત કરવા ઊતરેલી ભારતીય મહિલા ટીમની વિકેટ પડવાની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ પૂનમ રાઉત અને મિતાલી રાજે અનુક્રમે ૬૫ અને ૬૬ રનની ઇનિંગ રમીને ટીમની કમાન સંભાળી રાખી હતી. તેમની ધુઆંધાર બૅટિંગ સાથે ભારતીય ટીમે ૪૮ ઓવરમાં જ પાંચ વિકેટ ગુમાવી લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. પૂનમને પ્લેયર ઑૅફ ધ મૅચ ઘોષિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : પૉન્ટિંગના ટેસ્ટ રેકૉર્ડની બરાબરી કરી કોહલીએ

ભારતીય મહિલા ટીમે આ મૅચ જીતવાની સાથે ત્રણ વન-ડે મૅચની સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ત્રીજી અને અંતિમ મૅચ હવે વડોદરામાં ૧૪ ઑક્ટોબરે રમાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK