પાકિસ્તાનના આ છ ક્રિકેટર કોવિડ-19 પૉઝિટિવ

Published: 26th November, 2020 18:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ વાતની જાણકારી આપી હતી.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

પાકિસ્તાનની ટીમ  T-20 અને ટેસ્ટ સિરીઝ માટે ન્યૂ ઝીલૅન્ડના પ્રવાસે છે. પાકિસ્તાનની ટીમ કીવીની ધરતી પર પહોંચ્યા બાદ પ્રોટોકોલ મુજબ કોરોના ટેસ્ટ  કરાવ્યા અને આ વચ્ચે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ન્યૂ ઝીલૅન્ડ પહોંચી પાકિસ્તાની ટીમના એક જ સાથે 6 સભ્યો કોરોના પૉઝિટિવ આવતા સનસનાટી મચી જવા પામી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ વાતની જાણકારી આપી હતી.

પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે 18મી ડિસેમ્બરથી સિરીઝનો પ્રારંભ થનારો છે પરંતુ હાલમાં પાકિસ્તાની ટીમ કોરોનાના પ્રોટોકોલ હેઠળ ક્રાઇસ્ટચર્ચમાં ક્વૉરેન્ટિન છે. આઇસોલેશનના પહેલા જ દિવસે ખેલાડીઓએ નિયમોનો ભંગ કર્યો હતો. આ ખેલાડીઓમાં શાહિદ અસ્લમ, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ તથા અન્ય બે ખેલાડીનો સમાવેશ થાય છે.

ન્યૂ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે એક યાદીમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના 6 ખેલાડીઓનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ખેલાડીને હવે આઇસોલેશનની સવલતમાંથી કોરોન્ટાઈન કરવાના રહેશે. આ સાથે જ પાકિસ્તાની ટીમ પર કેટલાક નિયંત્રણ આવી ગયા છે. અગાઉ આઇસોલેશન દરમિયાન પાકિસ્તાની ટીમને ટ્રેનિંગની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ હવે તે સ્થગિત કરી દેવામાં આવી છે અને આ મામલે તપાસ હાથ ધરાશે. તપાસ પૂરી થાય નહીં ત્યાં સુધી પ્રવાસી ટીમને પ્રેક્ટિસ કરવા દેવામાં આવશે નહીં.

પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડ માટે રવાના થઈ તે અગાઉ લાહોરમાં તમામ ખેલાડીના કુલ મળીને ચાર ટેસ્ટ કરાવાયા હતા અને એ તમામમાં નેગેટિવ આવ્યા બાદ જ ખેલાડી ન્યૂ ઝીલૅન્ડ માટે રવાના કરવામાં આવ્યા હતા. કોરોના લોકડાઉન બાદ પાકિસ્તાની ટીમ બીજો પ્રવાસ ખેડી રહી છે. અગાઉ તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા. હાલમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ન્યૂ ઝીલૅન્ડમાં છે અને શુક્રવારથી તેની ઇન્ટરનેશનલ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે.

પાકિસ્તાની ટીમ તેની પહેલી મેચ દસમી ડિસેમ્બરે રમશે અને 19મી ડિસેમ્બરથી તેની ઇન્ટરનેશનલ સિરીઝ શરૂ થશે. પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ત્રણ ટી20 અને બે ટેસ્ટ મેચ રમાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK