ભારતીય ક્રિકેટ ટીમ (બીસીસીઆઇ)એ ટીમ ઇન્ડિયાના પ્લેયર્સના ફિટનેસ-લેવલમાં વધારો કરવા માટે યો-યો ટેસ્ટની સાથે બે કિલોમીટરની દોડનો કેટલાક સમય પહેલાં સમાવેશ કર્યો હતો. જોકે આ નવા નિયમમાંથી ઇંગ્લૅન્ડની ટૂર પર ગયેલા ટીમ ઇન્ડિયાના સિનિયર પ્લેયરોને બાકાત રાખવામાં આવ્યા હતા, પણ જુનિયર લેવલના ખેલાડીઓ માટે આ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંજુ સૅમસન, રાહુલ તેવટિયા, નીતીશ રાણા, સિદ્ધાર્થ કૌલ, જયદેવ ઉનડકટ અને ઈશાન કિશને ભાગ લીધો હતો. પ્રાપ્ત સમાચાર મુજબ આ તમામ ૬ પ્લેયર્સ બે કિલોમીટરની દોડમાં ફેલ થયા છે.
ઉલ્લેખનીય છે કે આ પ્લેયરોને બીસીસીઆઇ અન્ય એક તક આપશે અને કેટલાક સમયના અંતરાલ બાદ દોડની નવી તારીખ જાહેર કરશે. જો બીજી વારની દોડમાં પણ આ ખેલાડીઓ ફેલ થશે તો ઇંગ્લૅન્ડ સામેની ટી૨૦ અને વન-ડે ઇન્ડિયન ટીમમાં તેમનું સિલેક્શન અઘરું થઈ પડશે અને સૌથી મોટો ફટકો સંજુ સૅમસનને પડશે, કેમ કે એનું નામ ઇંગ્લૅન્ડ સામેની ટી૨૦ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યું છે અને જો તે આ ટેસ્ટ હવે પાસ નહીં કરે તો ટીમમાં તેમનું સિલેક્શન નહીં થઈ શકે.
ICC Test Rankingsમાં રોહિત શર્માએ મારી છલાંગ, પહોંચ્યા આ સ્થાન પર
28th February, 2021 14:11 ISTબે વર્ષ બાદ ૪૧ વર્ષની ઉંમરે ગેઇલ કરી રહ્યો છે કમબૅક
28th February, 2021 13:33 ISTસાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર
28th February, 2021 13:30 ISTપુણેમાં રમાનારી વન-ડે સિરીઝમાં પ્રેક્ષકોને નો-એન્ટ્રી
28th February, 2021 13:26 IST