જ્યારે ધોનીએ સિંગિંગ પર અજમાવ્યો હાથ, પોતાના રિસ્ક પર જોજો આ વીડિયો
જ્યારે ધોનીએ હાથમાં બેટના બદલે પકડ્યું માઈક
ક્રિકેટની દુનિયાથી હાલમાં દૂર એવા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક સિંગિંગ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોની કોઈ સૂર લગાવ્યા વિના ગીત ગાઈ રહ્યા છે. ત્યાં સુધી કે જે પ્રોડ્યૂસરે આ વીડિયો શેર કર્યો છે, તેણે પણ વીડિયોમાં કેપ્શનમાં લખ્યું છે કે આ વીડિયો તમારા પોતાના રિસ્ક પર જુઓ, જો કે તેમાં આપત્તિજનક કાંઈ જ નથી.
થયું એવું કે એમએસ ધોની અને સાક્ષી ધોનીએ હાલમાં જ તેમના નજીકના મિત્રો માટે એક ખાસ પાર્ટી રાખી હતી. જેમાં બોલીવુડ અને ટીવી જગતના કેટલાક લોકો સામે હતા. પાર્ટીમાં જલ્લી ગિલ પણ હતા. જો કે મોટાભાગના લોકો એવા હતા જેઓ પડદા પાછળ કામ કરે છે. સાક્ષી ધોનીની આ પાર્ટીમાંથી કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં ધોની ગાયકી પર હાથ અજમાવતા નજર આવી રહ્યા છે, પરંતુ તેઓ મસ્તીના મૂડમાં છે.
જબ કોઈ બાત બિગડ જાએ...
ઈન્સ્ટાગ્રામ પર ટીવી સીરિયલના પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર પ્રીતિ સિમોસે આ વીડિયો શેર કર્યો છે. જેમાં ધોનીના હાથમાં માઈક જોવા મળી રહ્યો છે અને જબ કોઈ બાત બિગડ જાએ ગીત ગાયું. પહેલા જ અંતરા બાદ શરૂ થયેલી બીજી લાઈન બાદ તેઓ બેસુરા થઈ ગયા. જો કે ચાહકોને તેમનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. પછી માહી લિરિક્સ ભૂલી ગયા તો તેમની સાથે ઉભા રહેલા તેના મિત્રએ માઈક સંભાળ્યું અને ગીત ગાવાનો પ્રયાસ કર્યો. જો કે તેમનો મિત્ર તેમના કરતા વધારે ખરાબ ગાઈ રહ્યો હતો. એક લાઈન બાદ જ પાર્ટીમાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતા. જેનો અવાજ વીડિયોમાં સાંભળી શકાય છે.
ADVERTISEMENT
પ્રીતિ સિમોસે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "ચેતવણીઃ મહેરબાની કરીને તમારા રિસ્ક પર જુઓ. ખૂબ જ ટેલેન્ટેડ મિસ્ટર માહી ગીત ગાઈ રહ્યા છે. માહી પ્લીઝ મને મારતા નહીં આ વીડિયો શેર કરવા માટે, પરંતુ આ અવાજ શેર થવી જ જોઈતી હતી. સાક્ષી તમારો વીડિયો પણ જલ્દી જ આવી રહ્યો છે."