Pro Kabaddi : ખેલાડીઓની હરાજીમાં પહેલા દિવસે સિદ્ધાર્થ & નીતિન કરોડપતિ બન્યા

મુંબઈ | Apr 08, 2019, 21:44 IST

મુંબઇમાં બે દિવસની હરાજીની સોમવારથી શરૂઆત થઇ ગઇ છે. હરાજીના પહેલા જ દિવસે સિદ્ધાર્થ દેશાઇ સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. તેલુગુ ટીમે સિદ્ધાર્થને 1.45 કરોડથી ખરીદ્યો હતો.

Pro Kabaddi : ખેલાડીઓની હરાજીમાં પહેલા દિવસે સિદ્ધાર્થ & નીતિન કરોડપતિ બન્યા
PKL 2019 (PC : Pro Kabaddi)

ઇન્ડિયાન પ્રીમિયર લીગ બાદ જો કોઇ સૌથી સફળ લીગ હોય તો તે પ્રો કબડ્ડી લીગ. આ પ્રો કબડ્ડી લીગની 7મી સીઝનની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેમાં મુંબઇમાં બે દિવસની હરાજીની સોમવારથી શરૂઆત થઇ ગઇ છે. હરાજીના પહેલા જ દિવસે સિદ્ધાર્થ દેશાઇ સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. તેલુગુ ટીમે સિદ્ધાર્થને 1.45 કરોડથી ખરીદ્યો હતો. આ પહેલા ગત સીઝનમાં મોનુ ગોયત 1.51 કરોડમાં સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો.


નીતિન તોમર ચાલુ સીઝનમાં બીજો સૌથી મોંઘો ખેલાડી
પ્રો કબડ્ડીની 7મી સીઝનમાં ખેલાડીઓની હરાજીમાં પહેલા દિવસે પુનેરી પલ્ટને નીતિન તોમરને 1.2 કરોડમાં ખરીદ્યો હતો. તો ગુજરાતની ટીમે ડિફેન્ડર પરવેઝ ભૈસવાલને 75 લાખમાં
FBM કાર્ડનો ઉપયોગ કરીને પોતાની ટીમમાં સમાવ્યો હતો.

ચાલુ સિઝનમાં સૌથી મોંઘા ટોપ-5 વિદેશી ખેલાડી
- મોહમ્મદ નબીબખ્શ - બંગાલ વોરિયર્સે 77.75 લાખ રૂપિયામાં ખરીદ્યો. 

- અબોઝર મિઘાની - તેલુગુ ટાઇટન્સે 75 લાખ રૂપિયામાં રિટેન કર્યો.

- જંગ કુન લી - પટના પાયરેટ્સે 40 લાખ રૂપિયામાં ખરીદ્યો. 

- મોહમ્મદ મઘસૌદલો- પટના પાયરેટ્સે 35 લાખ રૂપિયામાં ખરીદ્યો. 

- ડોંગ જિયોન લી - યૂ મુમ્બાએ 25 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો.

મહત્વના ટોપ 10 ભારતીય ખેલાડીઓની હરાજી પર એક નજર
- સિદ્ધાર્થ દેસાઈ :1.45 કરોડ તેલુગુ ટાઇટન્સ

- નીતિન તોમરને પૂનેરી પલ્ટને 1.2 કરોડમાં ખરીદ્યો.

- રાહુલ ચૌધરીને તમિલ થલાયવસે 94 લાખમાં ખરીદ્યો. 

- રણ સિંહને તમિલ થલાયવસે 55 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 

- યૂ-મુંબાએ સંદીપ નરવાલને 89 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 

- સુરેન્દર નાડાને 77 લાખમાં પટનાએ પોતાની ટીમમાં સામેલ કર્યો. 

- 80 લાખ રૂપિયામાં બેંગલુરૂ બુલ્સે ડિફેન્ડર મહેન્દ્ર સિંહને FBMથી ખરીદ્યો.

- રાઇટ કોર્નર ડિફેન્ડર અમિત હુડ્ડાને જયપુર પિંક પેન્થર્સે 53 લાખમાં ખરીદ્યો.

- દબંગ દિલ્હીએ 70 લાખમાં રેડર ચંદ્રન રંજીતને રિટેન કર્યો.

- મોનુ ગોયતને 3 લાખ રૂપિયામાં યૂપી યોદ્ધાએ પોતાની ટીમમાં સામેલ કર્યો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK