શું MS Dhoniએ સંન્યાસ લઈ લેવો જોઈએ? સચિને આપ્યો જવાબ

મુંબઈ | Jul 11, 2019, 15:10 IST

છેલ્લા કેટલાક સમયથી ધોનીની નિવૃતિને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જેના પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ધોનીની નિવૃતિ પર બોલ્યા સચિન
ધોનીની નિવૃતિ પર બોલ્યા સચિન

વર્લ્ડ કપ 2019ના સેમીફાઈલનમાં ભારતની હાર બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસને લઈને ચર્ચા થઈ રહી છે. ધોનીના સંન્યાસને લઈને દિગ્ગજ ખેલાડી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે મૌન તોડ્યું છે. જો કે તેમણે ધોનીએ સંન્યાસ લેવો જોઈએ કે નહીં તેના પર સીધી પ્રતિક્રિયા નથી આપી. તેમણે કહ્યું કે આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે અને આ નિર્ણય મામલે ધોનીને એકલા છોડી દેવા જોઈએ. સાથે જ સચિને કહ્યું કે ક્રિકેટને અલવિદા કહેવું ધોનીની પોતાની પસંદ છે.

સચિને એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, 'આ તેનો વ્યક્તિગત નિર્ણય છે અને ધોની પર તેને છોડી દેવો જોઈએ, કારણ કે તેમનું સીમિત ઓવર્સના ક્રિકેટમાં ખાસ કરિઅર છે. આ તેમનો પોતાનો નિર્ણય છે. તમામને પોતાની સ્પેસ આપવી જોઈએ અને તેનું સન્માન કરવું જોઈએ. તમામલ લોકોએ અફવા ફેલાવવાના બદલે ભારતીય ક્રિકેટને ધોનીએ આપેલા યોગદાનનું સન્માન કરવું જોઈએ. ભારતીય ક્રિકેટને આટલું યોગદાન આપ્યા બાદ તેણે ખુદ આ નિર્ણય લેવો જોઈએ.'

સચિને એમ પણ કહ્યું કે, 'કેટલા ખેલાડીઓનું આવું કરિયર હોય છે? તેમનું કરિયર ખાસ રહ્યું છે. લોકોનું તેમના પ્રત્યે જે સમર્થન અને વિશ્વાસ છે, તે તેના યોગદાનના કારણે જ છે. લોકોને હજુ પણ વિશ્વાસ હતો કે તેઓ ખેલને સમાપ્ત કરી શકે છે. જ્યાં સુધી તેઓ આઉટ નહોતા થયા ત્યાં સુધી ખેલ ખતમ નહોતો થયો.'

આ પણ વાંચોઃ World Cup 2019:ધોનીના રન આઉટ પર ઉઠ્યા સવાલ, અમ્પાયર્સ પર નીકળ્યો ગુસ્સો

ધોનીના બેટિંગના ક્રમ અને તેમની ધીમી રમતની ભલે આલોચના થઈ રહી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર  #ThankYouMSD ટ્રેન્ડ કરી રહી છે. લોકો સતત ધોનીના પક્ષમાં ટ્વીટ કરી રહ્યા છે. સાથે જ સચિને ધોનીને સાતમાં નંબર પર બેટિંગ કરવાના નિર્ણયને ખોટો ઠેરવ્યો. સચિને કહ્યું કે ધોનીને જલ્દી ન મોકલવો મોટી ભૂલ હતી. તેમણે કહ્યું કે અહીં સવાલ ઉઠે છે કે આ પ્રકારની વિષમ સ્થિતિમાં શું ધોનીના અનુભવને જોતા તેમને પહેલા નહોતા મોકલવા જોઈતા?. ઈનિંગના અંત સુધી તેઓ જાડેજાને સમજાવતા રહ્યા અને ચીજો પર નિયંત્રણ રાખ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK