શૂટર સોઢીએ સતત બીજી વખત વર્લ્ડ ટાઇટલ જીતીને વિક્રમ સર્જ્યો

Published: 5th October, 2011 18:44 IST

અલ એઇન (યુએઈ): ડબલ ટ્રૅપ શૂટિંગમાં ભારતના ટોચના શૂટર રોન્જન સોઢીએ ગઈ કાલે સતત બીજી વખત વર્લ્ડ ટાઇટલ જીતીને નવો ભારતીય વિક્રમ બનાવ્યો હતો. ગઈ કાલની રસાકસીભરી ફાઇનલમાં સોઢી અને ચીનના હુ બિનયુઆન બન્નેના ૨૦૦માંથી ૧૮૭ના એકસરખા પૉઇન્ટ હતા, પરંતુ ટાઇ-બ્રેકરમાં સોઢીએ હુને હરાવી દીધો હતો.

સોઢી આગામી શૉટગન વર્લ્ડ કપ ફાઇનલ માટે ક્વૉલિફાય થનાર એકમાત્ર ભારતીય શૂટર છે. તેની થોડા જ દિવસ પહેલાં પંજાબ પોલીસમાં ડીએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ)માં નિયુક્તિ થઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK